Wednesday, 11/12/2024
Dark Mode

દાહોદ LCB પોલીસે 12 વર્ષ ઉપરાંત તેમજ જુદા જુદા પોલીસ મથકોમાં વોન્ટેડ 7 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા સાંપડી…

August 21, 2023
        428
દાહોદ LCB પોલીસે 12 વર્ષ ઉપરાંત તેમજ જુદા જુદા પોલીસ મથકોમાં વોન્ટેડ 7 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા સાંપડી…

રાજેશ વસાવે દાહોદ 

દાહોદ LCB પોલીસે 12 વર્ષ ઉપરાંત તેમજ જુદા જુદા પોલીસ મથકોમાં વોન્ટેડ 7 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા સાંપડી…

ગાંધીનગર , આણંદ, પંચમહાલ, સુરત જેવા જિલ્લામાં ઘરફોડ ચોરી સહિત ધાડ,લૂંટ કરતા આરોપી ઝડપાયા.

LCB એ હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સના આધારે ૭ જેટલા આરોપીઓને ઝડપી પડ્યા..

દાહોદ તા.21

 

દાહોદ એલસીબી પોલીસે દાહોદ જિલ્લામાં પ્રોવીબિશનના 15 જેટલા ગુનાઓમાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ મધ્યપ્રદેશના આરોપી સહિત ગુજરાતના ગાંધીનગર આણંદ, પંચમહાલ, સુરત જેવા જિલ્લાઓમાં ઘરફોડ ચોરી, તેમજ પ્રોહીબિશનના ગુનાઓમાં વોન્ટેડ સાત જેટલા આરોપીઓ જે લાંબા સમયથી પોલીસને હાથ તાળી આપી ફરાર થવામાં સફળ થયા હતા તે ઇનામી વોન્ટેડ આરોપીઓને જેલ ભેગા કરવામાં સફળતા સાપડી છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ એલસીબી પોલીસે અન્ડિકેટ ગુનાઓનો ભેદ ઉકેલવા તેમજ લાંબા સમયથી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે હ્યુમન ફોર્સ તેમજ ટેકનિકલ સોર્સ ની મદદથી એક્શન પ્લાન અમલમાં મૂક્યો હતો જેમાં પોલીસને સફળતા મળી છે. પોલીસે મધ્યપ્રદેશના ઝાબુઆ હાઉસિંગ બોર્ડ કોલોની ના રહેવાસી સંજય હરિવંશરાય પાંડે (પંડિત) જે દાહોદ જિલ્લામાં લીમખેડાના 4 , કતવારાના 6, જેસાવાડા,રણધીકપુર દાહોદ ટાઉન,દાહોદ ગ્રામ્ય તેમજ ધાનપુર પોલીસ સ્ટેશન સહિત 15 જેટલા પ્રોહીબિશનના ગુનામાં 12 વર્ષથી નાસતા ફરતા ઉપરોક્ત વોન્ટેડ આરોપીને ઝડપી જેલ ભેગો કર્યો હતો. ત્યારબાદ ગાંધીનગર જિલ્લાના કલોલ પોલીસ મથકમાં 2011માં ઘર પર ચોરીના ગુનામાં સંડોવાયેલા અને 12 વર્ષથી નાસતા ફરતા મોટી લછેલી ડુંગરી ફળિયાના મનુભાઈ ઉર્ફે મનીયો વેસ્તાભાઈ આમલીયાર, આણંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસ મથકમાં 2012 માં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા અને 11 વર્ષથી નાસતા ફરતા ગરબાડા આમલી મીનામાં ફળિયાના ઇબુ અબરૂ ગાંડા ધૂળિયા ભાઈ મિનામા, દાહોદ જિલ્લાના સુખસર, દેવગઢબારિયા તેમજ ઝાલોદ પોલીસ મથકમાં ધાર થતા હથિયારી ધારાના ત્રણ ગુનાઓમાં છેલ્લા 11 વર્ષથી નાસતા ફરતા માજુ મોહન કાલીયા ચારેલ રહેવાસી ઝારની થાંદલા બેડવા ફળિયુ, ઝાબુઆ, છેલ્લા ચાર વર્ષથી લીમડી ચાકલીયા અને ઝાલોદ પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનોમાં સંડોવાયેલા અને પંચમહાલના મોરવા હડફ પોલીસ મથકના પ્રોહીબિશનના કુલ પાંચ ગુનાઓમાં નાસતા ફરતા સાજેશ જગલા ચારેલ રહેવાસી ઝારની થાંદલા બેડવા ફળિયુ, ઝાબુઆ, સુરત જિલ્લાના કામરેજ ગ્રામ્ય પોલીસ મથકના ઘર ફોડ ચોરીના કુલ ત્રણ ગુનાઓમાં સંડોવાયેલા અને સાત માસથી નાસતા ફરતા લીમખેડા તાલુકાના ચિલાકોટા રવાડી ફળિયાના રહેવાસી પ્રતાપભાઈ સનિયાભાઈ ડામોર, તેમજ સાપ્તાડા પોલીસ મથકમાં પ્રોહીબિશનના બે ગુનાઓમાં છેલ્લા સાત માસથી નાસતા ફરતા દેવગઢબારિયા તાલુકાના પાંચિયાશાળ ગામના સુરેશ ઉર્ફે ભુરીયો વિનોદભાઈ રાઠવા સહીત સાત વોન્ટેડ આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી જેલભેગા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!