Sunday, 08/09/2024
Dark Mode

દેવગઢ બારીયાના કાપડી ફળિયામાં જુગાર રમતા 7 જુગારીઓ ઝડપાયા,ત્રણ ફરાર, 3.37 લાખનો મુદ્દામાલ જપ્ત

August 12, 2023
        188
દેવગઢ બારીયાના કાપડી ફળિયામાં જુગાર રમતા 7 જુગારીઓ ઝડપાયા,ત્રણ ફરાર, 3.37 લાખનો મુદ્દામાલ જપ્ત

ઈરફાન મકરાણી :- દે. બારીયા

દેવગઢ બારીયાના કાપડી ફળિયામાં જુગાર રમતા 7 જુગારીઓ ઝડપાયા,ત્રણ ફરાર, 3.37 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે એક સપ્તાહમાં પંથકમાં ધમધમતા જુગારધામો પર પોલીસના દરોડાથી ગેમ્બલરોમાં ફફડાટ..

દેવગઢબારિયા પોલીસે છેલ્લા એક સપ્તાહમાં પાંચ સ્થળે દરોડા પાડી જુગારી આવોને જેલ ભેગા કર્યા..

દે.બારીયા તા. ૧૨

દેવગઢ બારીયા નગરમાં કાપડી ફાટક ફળિયામાં જાહેરમાં રમાતા શ્રાવણીયા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયાં હતાં. પોલીસે 10 પૈકી 7 જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂપીયા 51,240 તેમજ 6 મોબાઈલ ફોન, એક ફોર વ્હીલર અને એક ટુ વ્હીલર મળી કુલ રૂા. 3,37,240નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

 

દેવગઢ બારીયા તાલુકામાં હાલમાં જુગારીઓ વધુ સક્રિય બની ગયાં છે. અગાઉ પણ ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગની સેલની ટીમ દ્વારા દેવગઢ બારીઆ તાલુકામાં કેટલાંક જુગારના અડ્ડાઓ ઉપરથી જુગાર ઝડપી પાડ્યો હતો. ત્યારે સ્થાનીક પોલીસ તંત્ર દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં ચાર જેટલી જુદી- જુદી જગ્યાએ જુગાર ધામ પર દરોડો પાડતા જુગારીયાઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. પંથકના ઉછવાણ.રાણીવાવ અને ઉછવાણ ગામે થી પંદર થી વધુ જુગારીયાઓને પોલિસે ઝડપી પાડયા હતાં. પોલીસે અગાઉ ત્રણ સ્થળેથી થી કુલ 1.58.610 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ત્યારે આજે પુનઃ દેવગઢ બારીઆના કાપડી ફાટક ફળિયામાં રમાતા જાહેરમાં રમાતા જુગારના અડ્ડા પર ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં.6 મોબાઈલ,કાર અને મોપેડ પણ જપ્ત કર્યા ગંજી પત્તાના પાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રહેલા સૌરભભાઈ રાજુભાઈ રાઠવા, ચેતનભાઈ કોદરભાઈ વરીયા, દિપકભાઈ મોતીભાઈ રાઠવા, અક્ષયભાઈ ઉર્ફે સન્ની સુરેશભાઈ રાઠવા, જાગીરભાઈ રામસીંગભાઈ નાયકા, શાબીરભાઈ રામસીંગભાઈ નાયકા અને ઈસ્માઈલભાઈ રસુલભાઈ ભીખાને પોલીસે ઝડપી પાડયા હતા. તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી પોલીસે રોકડા રૂપીયા 51,240, તેમજ 6 નંગ. મોભાઈલ ફોન કિંમત રૂા.66,000, એક ફોર વ્હીલર કિંમત રૂા. 200,000 અને એક ટુ વ્હીલર મોપેડ ગાડી કિંમત રૂા. 20,000 વિગેરે મળી પોલીસે કુલ રૂા. 3,37,240 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે સલીમભાઈ રસુલભાઈ રાઠવા, ફારૂકભાઈ રસુલભાઈ બક્સાવાળા અને ઈબ્રાહીમભાઈ અબ્દુલભાઈ પીંજારા પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યા હતાં. દેવગઢ બારીઆ પોલીસે તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!