કલ્પેશ શાહ પ્રતિનિધિ સિંગવડ
સિંગવડ તાલુકામાં યુરિયા ખાતર ની અછત થી ખેડૂતોને ખાતર માટે ધક્કા ખાવાનો વારો
સીંગવડ તા. 3
સિંગવડ તાલુકામાં યુરિયા ખાતરની અછત થતા ખેડૂતોને ખાતર ની થેલીઓ ઓછી મળતી હોવાના લીધે ખેડૂતોને ખાતર માટે ધક્કા ખાવાનો વારો આવ્યો છે જ્યારે યુરીયા ખાતર ખેડૂત ને ટાઈમ થી મળે તો તે ખેતરોમાં ખેતીમાં નાખી શકે અને પોતાની ખેતીને બચાવી શકે તેમ છે પરંતુ જ્યારે યુરિયા ખાતરની ખેડૂતોને જરૂર હોય અને તેના સમયે જો ખાતર ની અછત ઊભી થતા ખેડૂતોને સોસાવાનો વારો આવે છે જ્યારે ઘણા ખેડૂતોને ચારથી પાંચ ખાતરની થેલીની જરૂર હોય તેવા ખેડૂતોને ખાલી એક થેલી ખાતર આપવામાં આવતા તે ખેડૂત એક થેલી ખાતર શું કરે અને તેને આ ખાતર લઈ જવા માટે ભાડું મોંઘું પડે છે જ્યારે ખેડૂતોને તેમના આધારકાર્ડ પર એક થેલી ખાતર મળતા ખેડૂતોને ખેતરમાં પાકમાં ખાતર કેવી રીતના મૂકે જ્યારે જો ખેડૂતોને તેમના ખેતરમાં નાખવા માટે ખાતર મળે તો તે ખેડૂતો ની ખેતી સારી થઈ શકે તેમ છે પરંતુ સરકાર દ્વારા ખાતરની અછતથી ખેડૂતોને ખાતર સિંગવડ તાલુકામાં ઓછું મળવાના લીધે ખેડૂતો બીજા તાલુકા માંથી ખાતર લાવવા મજબૂર થવું પડે છે