દાહોદ પોલીસ અધિક્ષક તરીકે વિધિવત રીતે પદભાર સંભાળતા રાજદીપસિંહ ઝાલા..

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે દાહોદ 

દાહોદ પોલીસ અધિક્ષક તરીકે વિધિવત રીતે પદભાર સંભાળતા રાજદીપસિંહ ઝાલા..

દાહોદ પોલીસે નવનિયુક્ત SP નું ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કર્યું

બન્ને ડિવિઝનના ASP તેમજ પોલીસ અધિક્ષકની સ્કવોડના પોલીસ અધિકારીઓએ પુષ્પગુચ્છથી પોલીસ અધિક્ષકને આવકાર્યા

નવનિયુક્ત SP એ પદભાર સાંભળતા પહેલા કાલીડેમ ખાતે કેદારનાથ મંદિરે દર્શન કર્યા

દાહોદ તા.02

ગુજરાત સરકારે તાજેતરમાં 70 જેટલા IPS અધિકારીઓની રાજ્ય વ્યાપી બદલીઓ કરી હતી જેમાં દાહોદના SP બલરામ મીણાની અમદાવાદ પશ્ચિમ રેલ્વેમાં બદલી કરી હતી તેમની જગ્યાએ વલસાડમાં અસામાજિક પ્રવર્તિઓ ઉપર લગામ કસનાર SP રાજદીપસિંહ ઝાલાની દાહોદ ખાતે બદલી કરી હતી

જે બાદ દાહોદ SP બલરામ મીણા એ બે દિવસ અગાઉ SP તરીકેનો ચાર્જ દાહોદ ડિવિઝનમાં ASP તરીકે નિયુક્તિ પામનાર કે સિદ્ધાર્થને સોંપ્યો હતો તો બીજી તરફ વલસાડ ખાતે ગઈ કાલે વાજતે ગાજતે વિદાય લઈ આજરોજ દાહોદ ખાતે આવેલા નવનિયુક્ત SP રાજદીપસિંહ ઝાલાએ વિધિવત રીતે પદભાર સંભાળતા પહેલા ચોસાલા ગામે કાલીડેમ ખાતે આવેલા કેદારનાથ મંદિરે શિસ નમાવી દર્શન કર્યા હતા ત્યારબાદ દાહોદ પોલીસની સ્કોવોડ ગણાતી LCB,SOG પેરોલ ફરલો એ પ્રોટોકોલ સાથે સર્કિટ હાઉસથી SP કચેરીએ પહોંચ્યા હતા જ્યાં દાહોદ પોલીસ દ્રારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું ત્યારબાદ બંને ડિવિઝનના એએસપી કે સિદ્ધાર્થ તેમજ વિશાખા જૈન દ્રારા SP રાજદીપસિંહ ઝાલાને પુષ્પગુચ્છ નો બુકે આપી વેલકમ કરાયું હતું ત્યારબાદ એસપી ની સ્કવોડ ગણાતા પોલીસ અધિકારીઓએ બુકે આપી સ્વાગત કર્યું હતું અને SP કચેરીએ પહોંચી નવ નિયુક્ત એસપી રાજદીપસિંહ ઝાલાએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો.

Share This Article