ગુજરાત-મધ્યપ્રદેશ આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી કતવારા પોલીસે ૨૩ લાખ ઉપરાંતના વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો: પાંચ સામે ગુનો નોંધાયો..

Editor Dahod Live
2 Min Read

અમુલ મિલ્ક મશીનના સ્ટ્રક્ચર મશીનની આડમાં દારૂની હેરફેર માટે નવો કીમિયો અજમાવતા બુટલેગરો.

ગુજરાત-મધ્યપ્રદેશ આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી કતવારા પોલીસે ૨૩ લાખ ઉપરાંતના વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો: પાંચ સામે ગુનો નોંધાયો..

દાહોદ તા.૨૪

મધ્યપ્રદેશ ગુજરાતની બોર્ડરને જોડતી ખંગેલા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર ટ્રકના પાછળના ભાગે બનાવેલા અમુલ મિલ્ક મશીનના સ્ટ્રક્ચરમાં સંતાડીને લઈ જવાતો 23 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યાનું જાણવા મળે છે.

દાહોદની કતવારા પોલીસ ખંગેલા ગામ નજીક પેટ્રોલિંગ કરી રહી હતી.અને તેમને બાતમી મળી હતીકે મધ્યપ્રદેશ તરફથી ગુજરાત તરફ ટાટા કંપનીની 12 વ્હીલની ટ્રકમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરીને હોવાની બાતમીના આધારે કતવારા પોલીસ મથકના પી.એસ.આઇના નેતૃત્વમાં ખંગેલા બોર્ડર નજીક વોચ ગોઠવી હતી.થોડાક સમય

 

બાદ બાતમીમાં દર્શાવેલ નંબર GJ- 06-AU-5148 નંબરની ટ્રકને થોભાવી પોલીસે ટ્રકની તલાસી હાથ ધરતા પાછળના ભાગે લાકડાના પાટીયામાં વાદળી કલરનું અમુલ મિલ્ક મશીન સ્ટ્રક્ચર હતું અને તે મશીનના સ્ટ્રક્ચરમાં પણ બબ્બે દરવાજાઓ મૂકી અને તેની પાછળ વિદેશી દારૂની પેટીઓ મૂકેલી હતી.જેમાં પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની 470 દારૂની પેટીઓ જેમાં 5640 નંગ વિદેશી દારૂની બોટલો જેની કિંમત 23,51,640 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ દારૂની હેરફેરમાં લીધેલી એક ટ્રક જેની કિંમત 17 લાખ તેમજ 5000 કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ 40,61,640 નો વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ચાલક કેસારામ સુખરામ જાટ (રહેવાસી.બાડમેર કાંકરાલા સેન્ડવા )ગામના ચાલકની અટકાયત કરી હતી અને દારૂ ભરાવી આપનાર હીરારામ ચિમારામ તરડ (રહેવાસી જિલ્લા બાડમેર સેન્ડવા ટ્રકનો માલિક) તેમજ અજાણયો દારૂનો ઠેકેદાર અને વિદેશી દારૂ મંગાવનાર જૂનાગઢનો ઈસમ મળી કુલ 5 લોકો સામે કતવારા પોલીસે પ્રોહી અંગેનો ગુનો તારીખ 23 મી જુલાઈના રોજ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી

Share This Article