Sunday, 08/09/2024
Dark Mode

સંજેલી તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે મેહુલિયો મહેરબાન..

July 23, 2023
        515
સંજેલી તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે મેહુલિયો મહેરબાન..

મહેન્દ્ર ચારેલ :- સંજેલી

સંજેલી તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે મેહુલિયો મહેરબાન..

સંજેલી નગરમાં ઠેર-ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા… 

માંડલી ચોકડી પર સરકારી કોટર આગળ ઢીંચણ સમા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. 

સંજેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘ મલ્હારમાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી.

સંજેલી તા.૨૩

 

સંજેલી તાલુકામાં એકાએક ધમાકેદાર વરસાદનું આગમન થતાં થતાં છેલ્લા કેટલાંક દિવસોથી અસહ્ય ગરમી તેમજ બફારાથી હેરાન પરેશાન લોકોને ગરમીથી રાહત મળી હતી ત્યારે બીજી તરફ વરસાદ વરસતા ખેડુત મિત્રોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

સંજેલી તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે મેહુલિયો મહેરબાન..

સંજેલી તાલુકો આદિવાસી બાહુલ્ય વિસ્તાર ધરાવતો તાલુકો છે ડુંગરાળ જંગલો આવેલા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં જે લોકો છે તે ખેતી ઉપર પોતાનું ગુજરાન ચલાવતા હોય છે . ત્યારે આ ધરતી પુત્રોને ચોમાસાની સિઝન શરૂ થતા જ સારી ખેતીની પણ

આશા બંધાતી હોય છે પરંતુ આ ચોમાસામાં વરસાદની શરૂઆતથી હાલ સુધી વરસાદ ક્યાંક સારો તો ક્યાંક ઠીક થાક વરસાદ પડતા ખેડૂતોને સામાન્ય જનતાનો પણ સામનો કરવો પડ્યો હતો ત્યારે નગરમાં પણ વેપારીઓને પણ સારા વરસાદથી જ પોતાના વેપારમાં પણ વધારો થવાની શક્યતાઓને અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું હવે

જો કે વરસાદ પણ સારો એવો શરૂ થતાં કેટલાક દિવસોથી ગરમીના ઉકળાટ થી ત્રાસી ગયેલા સૌ કોઈ ત્રાહિમામ પોકારી ગયા હતા . જ્યારે વરસાદ શરૂ થતા જ એ ગરમીથી લોકોને ક્યાંક રાહત પણ જોવા મળી હતી અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી આમ સંજેલી તાલુકામાં સારો વરસાદ પડવાનું શરૂ થતા જ સૌ કોઈએ રાહત અનુભવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!