રાહુલ ગારી ગરબાડા
ભગવાનના મંદિરો પણ સુરક્ષિત નથી.? ગરબાડામાં રામદેવ પીર મંદિરમાં દાનપેટીની ચોરાઇ…
તસ્કરો મંદિરમાં ચોરી દરમીયાન દાનપેટી તોડી ગરબાડા હાઈવેની બાજુમાં ખેતરમાં ફેંકી ગયા..
ગરબાડા તાં.૨૦

ગરબાડા નગરમાં આવેલા રામદેવપીર મંદિરને ગત રાત્રીએ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મંદિરમાં મૂકી રાખેલ દાન પેટી ની ચોરી કરી તસ્કરો રાતના અંધારા નો લાભ લઈ ભાગી છુટ્યા હતા. આજે વહેલી સવારે ભક્તોએ મંદિર પર જઈ જોતા મંદિરમાં મૂકી રાખેલ દાન પેટી નહીં દેખાતા ચોરી ની ઘટના સામે આવી હતી. મંદિરમાં ચોરી થયાની ઘટના ની જાણ થતા ભક્તો મંદિર પર ભેગા થયા હતા અને ચોરીની ઘટનાની ગરબાડા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. ચોરો દ્વારા ચોરી કરી સાથે લઈ ગયેલ દાન પેટી ગરબાડામાં પસાર થતા હાઇવે ની સામેની બાજુના ખેતરમાં તોડી નાખેલ દાન પેટી ફેકી ગયા હતા. પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી..
