લગ્નની લાલચે દુષ્કર્મ…દે.બારીયા તાલુકાના પીપલોદમાં પ્રેંમીએ યુવતીની આબરૂ લૂંટી,લગ્નની લાલચ આપી અન્ય સાથે ફેરા ફર્યા 

Editor Dahod Live
4 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

લગ્નની લાલચે દુષ્કર્મ…દે.બારીયા તાલુકાના પીપલોદમાં પ્રેંમીએ યુવતીની આબરૂ લૂંટી,લગ્નની લાલચ આપી અન્ય સાથે ફેરા ફર્યા 

દાહોદ તા.25

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પિપલોદ ગામે 20 વર્ષીય યુવતીને સિંગવડ તાલુકામાં રહેતા એક યુવક સાથે ચાર વર્ષ સુધી પ્રેમ સંબંધ હોય યુવક દ્વારા આ ચાર વર્ષના સમયગાળા દરમિયાન સગીરાને લગ્નની લાલચ આપી અવારનવાર તેની ઉપર દુષ્કર્મ આચર્ય બાદ અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતાં અને 20 વર્ષીય યુવતી સાથે યુવકે તેના માતા પિતાની મદદથી યુવતી સાથે છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કરતા યુવતીએ ન્યાયની માગણી સાથે પોલીસના દરવાજા ખટખટાવ્યા હોવાનું જાણવા મળે છે.

 

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના જામદરા ગામે રહેતો ઘનશ્યામભાઈ હરિભાઇ પટેલ વર્ષ 2018ની સાલથી દેવગઢ બારીયા તાલુકામાં રહેતી ૨૧ વર્ષીય યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. ગત તારીખ ૨૨મી માર્ચ 2021ના રોજ યુવતીને ઘનશ્યામભાઈ એ કહેલ કે, મારે તારી સાથે બે વર્ષથી પ્રેમસંબંધ છે, જેથી હું તને મારે ઘરે લઈ જવાનો છું, તેમ કહી એક બોલેરો ગાડીમાં યુવતીને તેના ઘર તરફથી બેસાડી લઈ ગયો હતો અને પોતાના ઘરે લાવી ઘનશ્યામભાઈએ પોતાના માતા – પિતા હરિભાઈ ભારતભાઈ પટેલ અને સમરતબેન હરિભાઇ પટેલે યુવતીને કહેલ કે, તમારી બંનેની સગાઇ નક્કી કરી તમારા લગ્ન કરી આપવાના છે, જેથી હાલ તું તારા પિતાના ઘરે જતી રહે, તેમ કહેતા યુવક ઘનશ્યામભાઈએ યુવતીને તેના ઘરે જે તે સમયે મૂકી ગયો હતો ત્યારબાદ ફરીથી યુવતીને તારીખ ૧૮મી એપ્રિલ 2021ના રોજ યુવક ઘનશ્યામભાઈએ યુવતીને કહે કે, મારા લગ્ન તારી સાથે જ કરવાના છે જેથી હું ફરીથી તને આજરોજ મારા ઘરે લઈ જવાનો છું, તેમ કહી રાત્રિના સમયે યુવતીને તેના ઘરેથી ઘનશ્યામભાઈ લઈ ગયો હતો અને તારીખ 21.04. 2018ના રોજથી ૪ દિવસ સુધી પોતાના ઘરે યુવકે તેને રાખી હતી. આ દરમિયાન ઘનશ્યામભાઈએ 20 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચાર્ય હતું ત્યારબાદ ઘનશ્યામભાઈના માતા – પિતા હરિભાઇ અને સમરતબેનએ તેના પુત્ર ઘનશ્યામભાઈને કહેલ કે, તું આ છોકરીને પરત તેના પિતાના ઘરે મૂકી આવ, તારા લગ્ન બીજી સારી છોકરી સાથે કરી આપીશું, તેમ કહી યુવતીને કહેલ કે, તું તારા પિતાના ઘરે જાય નહીં તો તને નારી કેન્દ્રમાં મૂકી આવીશું, તેવી ધાક ધમકીઓ આપી ઘનશ્યામભાઈએ તે સમયે યુવતીને તેના ઘરે મૂકી આવ્યો હતો ત્યારબાદ તારીખ 24.04.2021ના રોજ ઘનશ્યામભાઈના માતા – પિતાએ ઘનશ્યામ ભાઈના લગ્ન અંબા ગામની એક યુવતી સાથે કરી દીધા હતા ત્યારબાદ તારીખ 14 મે 2021ના રોજ યુવક ઘનશ્યામભાઈ પિપલોદ ગામે આવ્યો હતો અને યુવતીને મળ્યો હતો અને યુવતીને કહેલ કે, જો તું નહીં આવે તો હું મરી જઈશ, તેવી ધમકીઓ આપી પોતાની મોટરસાયકલ પર બેસાડી લઈ જઈ અલગ – અલગ સ્થળોએ તેમજ પોતાના ઘરે યુવતીને રાખી અવારનવાર તેની સાથે ઘનશ્યામભાઈએ દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલે આખરે યુવતીને ભાન થતાં પોતાની સાથે છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થયો હતો અને યુવકના માતા – પિતાએ યુવક સાથે લગ્ન તેમજ સગાઈ કરી આપવા માટેની લાલચ આપી માતા – પિતા તેમજ પુત્રએ એકબીજાના મેળાપીપણામાં પોતાની સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરી હોવાનો અહેસાસ યુવતીને થતાં ૨૦ વર્ષીય યુવતી દ્વારા આ સમગ્ર મામલે દેવગઢ બારીયા પોલીસ મથકે તે યુવક તેમજ તેના માતા – પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article