દે.બારિયામાં સાસરિયા દ્વારા ઝૂંટવી લેવાયેલ બે માસનું બાળક માતાને પરત અપાવતી 181 અભયમ

Editor Dahod Live
2 Min Read

દેવગઢ બારિયામાં સાસરિયા દ્વારા ખૂંચવી લેવાયેલ બે માસનું બાળક માતાને પરત અપાવતી 181 અભયમ

લીમખેડા અભયમે ઘરેલુ હિંસાનો શિકાર બનેલી પરણીતાની વ્હારે આવી લગ્નજીવન બચાવ્યું…

લીમખેડા તા.૧૭

દેવગઢ બારીયા તાલુકા ના ગામમાંથી એક પીડિત મહિલાએ ૧૮૧ મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરી જણાવેલ કે પતિ અને સાસુ સસરા દ્વારા હેરાનગતિ કરી બે માસનું બાળક ખૂચવી લીધેલ છે નાનું બાળક મારા વગર જીવી નહી શકે જે અપાવવા વિનંતી કરતા ૧૮૧ અભયમ રેસ્ક્યું ટીમ લીમખેડા સ્થળ પર પહોચી સાસરિયાંને અસરકારક કાઉન્સિલિંગ કરી નાનું બાળક માતા વગર રહી શકે નહિ જેથી સાસરિયાઓએ બાળક માતાને સોંપ્યું હતું.

મળતી માહિતી મુજબ દેવગઢ બારીયા તાલુકાની પીડિત મહિલાના લગ્ન સામાજીક રીત રિવાજ મુજબ બે વર્ષ પહેલા થયેલ છે.લગ્નની શરૂઆતથી જ પતિ તેમજ સાસુ સસરા અને તેમના પતિ દ્વારા હેરાનગતિ કરતા અને સાસુ સસરા પણ ગમતી નથી તેમ જણાવી ઘરમાંથી કાઢી મૂકવા જણાવતાં પીડિતાને લગ્નજીવન દરમિયાન બે માસ નું સંતાન હોવાથી પીડિતા સાસરિયાંઓ દ્વારા આપવામાં આવતા ત્રાંસને સહન કરી લગ્ન સંબંધ ટકાવીને બેસી હતી. પરંતુ ગતરોજ આ મહિલા ના પતિએ નશાની હાલતમાં ઘરે આવી પીડિતા જોડે મારઝૂડ કરી ઘરેથી કાઢી મૂક્યા હતાં જેથી બાળક નાનું હોવાથી માતાની જરુર પડે તેથી તેઓએ લીમખેડા અભયમની મદદ મેળવી હતી. જે બાદ લીમખેડા 181 અભયમ દ્વારા સાસરિયાઓનું કાઉન્સિલિંગ કરી આ રીતે પરણીતાને હેરાન કરવા એ ઘરેલુ હિંસા અધિનિયમ મુજબ ગુનો ગણાય અને તેની સજા થઇ સ્કે. આં ઉપરાંત નાના બાળક ને ખોરાક અને ઉછેર માટે માતા વગર રહી શકે નહિ. પતિ પત્ની નો ઝગડો મિટાવી સુખે થી જિંદગી જીવવાની શીખ આપેલ. હાલ માં નાનું બાળક પત્ની ને આપેલ છે અને થોડા સમય બાદ પત્ની ને પણ સાસરીમાં તેડી લાવશે તેવી ખાતરી આપી હતી.આમ નાનું બાળક માતાને મળતા તેઓ એ અભયમ ટીમનો આભાર માન્યો હતો.

Share This Article