નવીન સિંકલીગર પીપલોદ
દે.બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પરથી રાજસ્થાનના બે ઇસમો પ્રતિબંધક હથિયાર સાથે પોલીસના હાથે ઝડપાયા...
દેવગઢ બારીયા તાલુકાના ભથવાડા ટોલનાકા પર પિપલોદ પોલીસે નાકાબંદી દરમિયાન મોટરસાયકલ સવાર રાજસ્થાનના બે ઇસમોને અટકાવી તેઓની તલાસી લેતા તલાસી દરમિયાન પ્રતિબંધક હથિયાર મળી આવતાં પોલીસે બંને ઈસમોની અટકાયત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના બાસવાડા જિલ્લાના કુશલગઢ તાલુકાના ખેરિયાપારા ગામના વિનોદભાઈ નબેરસિંગ ભગોરા તેમજ બહાદુરભાઇ સાગરભાઇ રાવત તેમની પાસે ચપ્પુ તેમજ એરગન સંતાડી પોતાના કબજા હેઠળની RJ-03-MS-2518 નંબરની પલ્સર મોટર સાયકલ પર ભથવાડા ટોલનાકા પરથી થઈ રહ્યા હતા.તે સમયે તેઓને ઝડપી અંગઝડતી લેતા તેમની પાસેથી ચપ્પુ તેમજ એરગન મળી આવતાં પોલિસે બંને ઇસમોને ઝડપી તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કરી જેલ ભેગા કર્યા છે.