દાહોદના તળાવ રોડ ભીલવાડામાંથી જુગારધામ પર પોલીસના દરોડા દરમિયાન ૪ જુગારીયા ઝડપાયા.

Editor Dahod Live
1 Min Read

દાહોદના તળાવ રોડ ભીલવાડામાંથી જુગારધામ પર પોલીસના દરોડા દરમિયાન ૪ જુગારીયા ઝડપાયા.

 

દાહોદ શહેરના ટાઉન એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન તેઓ ભીલવાડા તળાવ રોડ તરફ જતા તેમને બાતમી મળી હતી કે ભિલવાડાના તળાવ ફળિયામાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક ઈસમો ગોળ કુંડાલુ વળી પાના પત્તા વડે પોતાના અંગત સ્વાર્થ માટે હાર જીતનો જુગાર રમે છે તેવી બાતમીના આધારે એ ડિવિઝન ટાઉન પોલીસે ભીલવાડા તળાવ રોડ પર ખુલ્લી જગ્યામાં રમાતા જુગાર ઉપર ઓચિંતી રેડ કરતા જુગાર રમતા ઈસમો પોલીસની રેડ દેખી ભાગવા લાગ્યા હતા જે પૈકી ચાર ઈસમોને પોલીસે જાહેરમાં રંગે હાથ જુગાર રમતા ઝડપી પાડ્યા હતા અને તે ચારેય ઈસમોની અંગઝડતી તેમજ દાવ ઉપર લાગેલા 1,780 રૂપિયા પોલીસે કબજે કર્યા હતા અને ચારેય ઈસમો સામે જુગારધારા મુજબનો ગુનો નોંધી આગળની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ દ્રારા હાથ ધરવામાં આવી હતી.

Share This Article