
દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદમાં નજીવી બાબતે ચાર ઈસમોએ હેકસો બ્લેડથી આદિવાસી યુવક હુમલો કર્યો:પોલીસ ફરિયાદ નોંધાઈ..
ગાડી ઓવરટેક મામલે થઈ બબાલમાં યુવક પર હુમલો:એટ્રોસિટી મુજબ ગુનોદાખલ…
દાહોદ તા.૨૧
દાહોદ જિલ્લાના અનવરપુરા ગામે હાઈવે રોડ પર એક મોટરસાઈકલ ચાલકને એક છોટા હાથી રેકડામાં સવાર બે ઈસમોએ ઓવરટેક મારી મોટરસાઈકલના ચાલકને હાઈવે પર ઉભા રાખી બેફામ ગાળો બોલી સામાન્ય બાબતે ઝઘડો તકરાર કર્યા બાદ મોટરસાઈકલના ચાલકને ચાર ઈસમોએ ભેગા મળી ગડદાપાટ્ટુનો માર મારી એકે તિક્ષ્ણધારવાળી આરી (હેક્સો બ્લેડ) હાથના ભાગે મારી લોહીલુહાણ કરી નાંખતાંઆ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાંતાં પોલીસે ચાર ઈસમોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
ગત તા.૨૧મી જુનના રોજ ઝાલોદ તાલુકાના મુવાડા ગામે ભોજા ફળિયામાં રહેતાં સુનીલભાઈ કલસીંગભાઈ વસૈયા રાજસ્થાનના મોનાડુંગર ખાતેથી પોતાના કબજાની મોટરસાઈકલ લઈ ઝાલોદ ખાતે આવી રહ્યાં હતાં તે સમયે રસ્તામાં ઝાલોદ તાલુકાના અનવરપુરા ગામે હાઈવે પર પાછળથી એક છોટા હાથી મરઘા ભરવાના રેકડામાં સવાર શાહરૂખ રસીદ મતાદાર (રહે. વ્હોરા કંમ્પાઉન્ડ, તા. ઝાલોદ, જિ.દાહોદ) અને અલ્તમસ આરીફ મતાદાર (રહે. ગુલીસ્તાન સોસાયટી, તા.ઝાલોદ, જિ.દાહોદ) નાઓએ સુનીલભાઈની મોટરસાઈકલને ઓવરટેક મારી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, મોટરસાઈકલ ચલાવતાં આવડે છે કે નહીં, મોટરસાઈકલ દેખીને ચલાવો, આગળ હોટલ ઉપર આવો, તેમ કહી હોટલ ઉપર સુનીલભાઈને ઉભા રાખ્યાં હતાં અને ઉપરોક્ત બંન્ને ઈસમોએ પોતાના અન્ય સાગરીતો ફેઝ ઉર્ફે આકાશ રસીદ મતાદાર (રહે. વ્હોરા કંમ્પાઉન્ડ, તા. ઝાલોદ, જિ.દાહોદ) અને અન્ય એક ઈસમને મોબાઈલ ફોન કરી બોલાવતાં બંન્ને ઈસમો પણ ત્યાં આવી પહોંચ્યાં હતાં અને ઉપરોક્ત ચારેય ઈસમોએ સુનીલભાઈને કહેવા લાગેલ કે, ઝાલોદના દાદા થઈ ગયા છો, તેમ કહી જાતિ અપમાનીત કર્યા હતા અને એકદમ ઉશ્કેરાઈ જઈ સુનીલભાઈને ગડદાપાટ્ટુનો માર મારી એકે પોતાની સાથે લાવેલ તીક્ષ્ણધારવાળી આરી (હેક્સો બ્લેડ)થી સુનીલભાઈના હાથે ઈજા પહોંચાડી લોહીલુહાણ કરી દેતાં સુનિલભાઈને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.
આ સંબંધે ઈજાગ્રસ્ત સુનિલભાઈ કલસીંગભાઈ વસૈયાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી ઉપરોક્ત ચારેય ઈસમોની અટકાયત કરી આગળની કાયદેસની કાર્યવાહી હાથ ધરી છે.
———————–