સંજેલીનું પંચાયત તંત્ર ખાડે ગયું:
ગટરના ગંદા પાણી રોડ પર રેલાતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા: રોગચાળો ફાટી નીકળવાની આશંકા…
સંજેલી શાકભાજી માર્કેટમાં ગટરનું ગંદુ પાણી રોડ પર વહેતાં ગંદકીનું સામ્રાજ્ય.
સંજેલી તા.૧૨
દાહોદ જિલ્લાના સંજેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર, પાણી, નવીન ગટરો, રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટ, ડસ્ટબિન, સાફ સફાઈ સહિત પ્રાથમિક સુવિધાઓને લઈને યોજાતી દરેક ગ્રામ સભાઓમાં ધારધાર રજુવાત કરવા છતાં પંચાયત તંત્રનું પેટનું પાણી પણ હલતુ નથી. પંચાયત તંત્ર ખાડે ગયું હોય તેમ તંત્ર દ્વારા કહેવામાં આવે છે કે ગ્રામજનો વેરો ભરતા નથી અને પંચાયતમાં આવક ના હોવાનું રટણ કરાય છે. હાલ સંજેલીમાં હોસ્પિટલ આગળ શાકભાજી માર્કેટ અને ફ્રુટ માર્કેટ આગળથી પસાર થતી ગટરનું છેલ્લા ચાર દિવસથી પાણી રોડ પર વહેવા લાગ્યું છે. જેના કારણે સ્થાનિક લોકોને તેમજ રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય માર્ગ હોવાથી ગામના સરપંચ તેમજ તાલુકાના અધિકારી પણ આ રસ્તેથી પસાર થતા હોય છે. તેમ છતાં પણ આ બાબતે યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી..