Sunday, 09/02/2025
Dark Mode

બાળકો રમતા ઘટના બની: નિર્માણાધીન આંગણવાડીની ફિટનેસ તેમજ કામકાજના ગુણવત્તા અંગેની ચકાસણી અનિવાર્ય બની…

June 10, 2023
        1092
બાળકો રમતા ઘટના બની: નિર્માણાધીન આંગણવાડીની ફિટનેસ તેમજ કામકાજના ગુણવત્તા અંગેની ચકાસણી અનિવાર્ય બની…

બાળકો રમતા ઘટના બની: નિર્માણાધીન આંગણવાડીની ફિટનેસ તેમજ કામકાજના ગુણવત્તા અંગેની ચકાસણી અનિવાર્ય બની…

ઝાલોદના મેલણીયામાં આંગણવાડીણી દિવાલ પડી જતાં ૪ વર્ષીય બાળક ઇજાગ્રસ્ત.. 

ઝાલોદ તા.૧૦

બાળકો રમતા ઘટના બની: નિર્માણાધીન આંગણવાડીની ફિટનેસ તેમજ કામકાજના ગુણવત્તા અંગેની ચકાસણી અનિવાર્ય બની...

ઝાલોદ તાલુકાના મેલણીયામાં નિર્માણાધીન આંગણવાડીની આસપાસ સાંજના બાળકો રમી રહ્યા હતા. તે સમયે આંગણવાડી ની એક તરફની દિવાલ ઘસી જતા આ દિવાલની નીચે ચાર વર્ષીય બાળક દબાઈ જતાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.જે બાદ આસપાસના ભેગા થયેલા લોકો તેમજ બાળકીના પરિવારજનો આ ઇજાગ્રસ્ત બાળક ને લઈ દાહોદ ખાતે હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા

બાળકો રમતા ઘટના બની: નિર્માણાધીન આંગણવાડીની ફિટનેસ તેમજ કામકાજના ગુણવત્તા અંગેની ચકાસણી અનિવાર્ય બની...

 પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના મેલાણીયા ગામે નિર્માણાધીન આંગણવાડીનું કાર્ય ચાલી રહ્યું છે. જેમા સાંજના સમયે ગામના વિસ્તારના નાના નાના બાળકો આંગણવાડી પાસે રમી રહ્યા હતા તે સમયે ૪ વર્ષીય પ્રિન્સ ગોવિંદ વસૈયા નામક બાળક ઉપર નિર્માણાધીન આંગણવાડીની દિવાલ પડી જતા પ્રિન્સ વસૈયા ના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેના પરિવારજનો તેને સારવાર અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈને દોડ્યા હતા. અત્રે ઉલ્લેખનીએ છે કે નિર્માણાધીન આંગણવાડીની દિવાલ ઓચિંતી પડી જતા એજન્સી દ્વારા કેવા પ્રકારનો કામ આ આંગણવાડી બનાવવામાં કર્યું હશે. તે નરી આંખે દેખાઈ આવે છે. આંગણવાડી કેન્દ્રો બનાવવા માટે હલકી ગુણવત્તાનો મટીરીયલ વાપરતા એજન્સી ધારકો પોતાનો આર્થિક લાભ મેળવવા માટે કેટલા બાળકોનો જીવ જોખમમાં રાખી રહ્યા છે. તે કલ્પના બહારનું છે. ખેર જે પણ હોય આવી કામ કરનાર એજન્સી દ્વારા થયેલ બાંધકામ અંગે સ્ટ્રક્ચર ડિઝાઇન , બાંધકામમાં વપરાયેલ માલ મટીરીયલ ની ગુણવત્તાની અંગેની ચકાસણી, ક્યુબ ટેસ્ટ ના નકલ , સીસી વર્કની લેબ ટેસ્ટના રિપોર્ટ અંગે સુપરવિઝન કરનાર અધિકારી તટસ્થ પણે આકલન કરે તો ભ્રષ્ટાચાર સામે આવે તેવું છે. હાલના સંજોગોમાં આવી નિર્માણા દિન આંગણવાડીની ગુણવત્તા તેમજ સ્ટ્રકચર ફિટનેસ અંગે સર્ટી આપ્યા બાદ જ આંગણવાડી કેન્દ્ર ચાલુ કરવામાં આવે તો બાળકોના માથે જોખમ ઓછું રહે તે માટે સંબંધિતો માટે કાળજી રાખવામાં આવે તે પણ સમયની માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!