વસાવે રાજેશ દાહોદ
સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં પલ્ટો:
દાહોદમાં વેસ્ટન ડિસ્ટર્બન્સના પગલે ઠંડા સુસવાટા ભર્યા પવનની સાથે કમોસમી વરસાદ વરસતા ઠંડક પ્રસરી.
દાહોદ તા.૦૪

દાહોદમાં વેસ્ટન ડીસ્ટર્બન્સના પગલે વહેલી સવારથી કાળા દિમાગ વાદળો ની ફોજ આકાશમાં ઉમટી આવી હતી અને. સૂસવાટાભર્યા પવનની સાથે દાહોદ સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા તાપમાનમાં મહત્તમ ઘટાડો નોંધાયો હતો જેના પગલે કેટલાક સમયથી ભર ઉનાળામાં શેકાતા દાહોદ વાસીઓને મહદ અંશે રાહત અનુભવી હતી.

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે જમ્મુ અને તેની આસપાસ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થઈ છે. આ બન્ને સિસ્ટમના કારણે ગુજરાતના જુદા જુદા શહેરોમાં ભારે તોફાન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી કરી હતી. જેના પગલે મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં ગઈકાલ સાંજથી જ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. તો આજરોજ વહેલી સવારથી દાહોદના આકાશમાં કાળાડિબાગ વાદળોની ફોજ ઉમટી આવ્યાં હતાં. અને દાહોદ, ઝાલોદ, સંજેલી તેમજ અન્ય તાલુકા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા બદલાયેલા વાતાવરણના પગલે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો. હાલ ચોમાસું નજીક છે. ત્યારે વેસ્ટન ડિસ્ટર્બન્સ પગલે કમોસમી વરસાદ વરસતા ચોમાસાની સિસ્ટમ બદલાય તેવા પણ એધાણ વર્તાઈ રહ્યા છે.
