નવીન સિકલીગર :- પીપલોદ
* દાહોદ જિલ્લામાં એસએસસી ધોરણ 10 ની પરીક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી દાહોદનુ ગૌરવ વધાર્યું..
દેવગઢ બારીઆ ઈરા સ્કૂલના વિદ્યાર્થીનીએ ધોરણ-૧૦ ની પરીક્ષામાં ૯૯.૮૩ % પર્સેન્ટાઇલ રેન્ક તથા ૯૩.૬૬ % ગુણ પ્રાપ્ત કર્યા.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ એસ.એસ.સી બોર્ડ ધોરણ-૧૦ ની પરીક્ષામાં ૯૯.૮૩ % પર્સેન્ટાઇલ રેન્ક તથા ૯૩.૬૬ % ગુણ સાથે સમગ્ર દાહોદ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા દેવગઢ બારીઆ ઈરા સ્કૂલના વિદ્યાર્થીની બારીઆ માહી વિપુલકુમાર.
- સતત પરિશ્રમી, જિજ્ઞાસુ, શાળાકીય તમામ અભ્યાસિક સહઅભ્યાસિક પ્રવૃતિઓમાં અગ્રેસર રહી નિખાલસ સ્વભાવ ધરાવતા બારીઆ માહી વિપુલકુમાર કે જેઓ એક શિક્ષિત પરિવારમાંથી આવે છે તેમના પિતા શિક્ષક તથા માતા ગૃહિણી છે. જેઓનું એક સ્વપ્ન હતું કે SSC બોર્ડમાં જિલ્લા કક્ષાએ મારું, મારા પરિવારનું તથા મારી શાળાનું નામ ઝળહળે એ વાતને લક્ષમાં લઈ શાળાના સક્રિય સ્ટાફગણ અને શાળા ના પરિશ્રમથી પોતાના સ્વપ્નને સિદ્ધ કરી પોતાનું, પોતાના પરિવારનું તથા શાળાનું નામ રોશન કર્યું છે જે બદલ સમગ્ર ઈરા શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા અને શાળાના ટ્રસ્ટી શ્રી ગજવિજયસિંઘ ચૌહાણ (બાબાસસાહેબ), શાળાના કો. ઓર્ડીનેટર કુ. કનિકાસિંઘ ચૌહાણ તથા સમગ્ર ઈરા શાળા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી..