મહેન્દ્ર ચારેલ :- સંજેલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને લાગ્યો ગ્રહણ :સ્વચ્છતા અભિયાનના ખુલ્લેઆમ ધજાગરા..
સંજેલી માંડલી ચોકડી રાજમહેલ જાહેર માર્ગ પર ગંદકીના ઢગનું સામ્રાજ્ય અનેકવાર રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં.
તંત્રની બેદરકારી સંજેલી પંચાયતને અનેક વાર લેખિત મૌખિક રજૂઆત પરિણામ શૂન્ય..
શાળાએ જતા વિદ્યાર્થીઓ આંગણવાડીના નાના ભૂલકાઓના સ્વાસ્થ્યને નુકસાન થાય તો કોની જવાબદારી?
સંજેલી તા.19
સંજેલી માંડલી ચોકડી રાજમહેલ માર્ગ પર કચરાનું તેમજ ગંદકીનું સામ્રાજ્ય જેના કારણે દુકાનદાર આવતા જતા મુસાફરોને ભારે મુશ્કેલી તેમજ શાળાએ આંગણવાડી જતા વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓને દુર્ગંધના કારણે સ્વાસ્થ્યને નુકસાન થવાની ભીતિને લઈને અનેક વખત પંચાયતને લેખિત મૌખિક રજૂઆત છતાં પરિણામ શૂન્ય. પંચાયતને વારંવાર રજૂઆત છતાં પંચાયત તંત્ર દ્વારા આજ દિન સુધી આ બાબતે યોગ્ય ધ્યાન આપવામાં આવિયુ નથી આ કચરો જાહેર માર્ગ પર કચરાના ઢગથી રાહદારી તેમજ વેપારીઓને વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે. સંજેલી પંચાયતની નિષ્કાળગી અને બેદરકારી સામે આવી સાફ-સફાઈ ના સ્વસ્થ અભિયાનના નાણાનો કાગળ પર જ ઉપયોગ થતો હોવાની સંજેલી નગરમાં ચારેય કોર ચર્ચા.
*સંજેલીમાં ગંદકીના લીધે દુર્ગંધનો માહોલ, રોગચાળો ફાટી નીકળવાની આશંકાએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ પરંતુ પરિણામ દુકાનદાર સાજીદ અનીશ ગાંડા*
સંજેલી માંડલી ચોકડી રાજમહેલ રોડ પર કચરાના ઢગલાના કારણે દુર્ગધ ફેલાતા રોગચાળો ફાટી નીકળે તે પહેલા સાફ સફાઈ કરવામાં આવે તે માટે પંચાયતમા અનેક વાર લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છતાં આજ દિન સુધી કચરાના ઢગલો દૂર કરવામાં આવ્યો નથી.
*ગંદકી અંગે મિટિંગમાં રજૂઆત થઈ છે. જે આજે દૂર કરીશું :- તલાટી એસ.એફ.મહિડા.*
માંડલી ચોકડી રાજમહેલ રોડ પર કચરાના ઢગલો સાફ-સફાઈ કરવા માટે કાલેજ મિટિંગમાં રજૂઆત થઈ છે આજે સાફ સફાઈ થઈ જશે.