મહેન્દ્ર ચારેલ :- સંજેલી
રસ્તો બનાવવાના નિયમોને નેવે મૂકી વેડ મિક્સ કે જીએસબી કર્યા વિના જ બારોબાર ડસ્ટ પાથરી દેવાઈ.
સંજેલી રાજમહેલ રોડ પર રસ્તો તોડી સફાઈ કર્યા વિના જ રસ્તો બનાવતા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરાઈ.
ઝાલોદ રોડ નવીન રસ્તો બનાવી રોડની સાઈડો ન પૂરતા વારંવાર ટ્રાફિકના દ્રશ્યો: વાહનો રોડ પર નીચે ઉતરી જતા વાહન લટકતી તલવાર સમાન.
સંજેલી તા.18
સંજેલી રાજમહેલ રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા જુનો રસ્તો તોડી પાડી વેડ મિક્સ કે જીએસબી કર્યા વિના જ ડસ્ટ પાથરી દેતા આશ્ચર્ય સર્જાયું છે. જોકે આ મામલે સ્થાનિક લોકો દ્વારા અધિકારીઓને જાણ કરાતા ખળભળાટ મચી જવા પામી હતી. સંજેલી નગરમાં પાંચ જેટલા રસ્તાઓ ગટર સાથે બનાવવાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા હાથ ધરવામાં આવી છે. જેમાં સંજેલી સેવા સદનના ગેટ પાસેથી રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરવામાં છે.જે જુના બસ સ્ટેન્ડ સુધી આવતા જ રોડ બનાવવામાં વેટ ઉતારવા મામલે સામૂહિક ફરિયાદ થઈ અને રાજમહેલ રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા રાજમહેલ રોડ તરફ નો જુનો સીસી રોડ તોડી પાડી રસ્તાઓનો કાટમાળના ટુકડાઓ દૂર કરવાને બદલે રોલર મશીનથી નાના ટુકડા કરી રસ્તો બનાવતા નિયમોને નેવે મૂકી અને વેડમિક્સ કે જીએસબી કર્યા વિના જ બારોબાર ડસ્ટ પાથરી દેવામાં આવી છે. ત્યારે આ રસ્તાની કામગીરી બરાબર ન થતા જાગૃત નાગરિકો દ્વારા તાલુકાના અધિકારીને જાણ કરવામાં આવી હતી. જોકે આ મામલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રોડ રોડ નિર્માણ કાર્યમાં કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવેલા ટેન્ડરિંગ પ્રક્રિયામાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ધારા ધોરણો મુજબ રોડનિર્માણનો કાર્ય ચાલી રહ્યું છે કે કેમ.? તે અંગે તંત્રના સંબંધિત વિભાગના જવાબદાર અધિકારી દ્વારા સુપરવિઝન કરવામાં આવે તો કોન્ટ્રાક્ટર દ્વારા નક્કી કરેલ ધારા ધોરણ મુજબ રોડ બનશે નહીં તો પોતાનો આર્થિક લાભ મેળવવા માટે આ રોડનું કામ કરનાર એજન્સી ગુણવત્તા યુક્ત મટીરીયલ વાપરવાના બદલે કામ ચલાવું તેમ જ હલકી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરી રસ્તા બનાવવાના કામમાં વેઠ ઉતારશે. જોકે હાલ સ્થાનિકો દ્વારા મળતી ફરિયાદો મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા બનાવવાના કાર્યમાં વેઠ ઉતારવામાં આવી રહી છે. ત્યારે આ મામલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિનોદ ભરી તપાસ હાથ ધરવામાં આવે તેવી લાગણી અને માંગણી પ્રવર્તમાન સંજોગોમાં ઉઠવા પામી છે.