જીગ્નેશ બારીયા :- દાહોદ
મેઘરાજા રિસાયા.. દાહોદ જિલ્લામાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતિત બન્યા:ગત વર્ષની તુલનામાં આ વર્ષે ઓછો વરસાદ થતા ડેમોમાં પાણીના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો
દાહોદ તા.૦૭
દાહોદ શહેર સહિત જિલ્લામાં મેઘરાજા રિસાયા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે, છેલ્લાં કેટલાંક દિવસોથી અસહ્ય ગરમી તેમજ બફારાથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યાં ત્યારે અહીં વાત દાહોદ જિલ્લાના પાણીના ડેમોની છે. ગત વર્ષ એટલે કે, ૨૦૨૦ની સરખાણીમાં દાહોદ જિલ્લામાં આવેલ ડેમોની પાણીની સપાટી નહીવત જાેવા મળી છે. ગત વર્ષે આજ તારીખોમાં દાહોદ જિલ્લામાં વરસાદ પણ સારો એવો હતો પરંતુ આ વર્ષે જાણે મેધરાજા રિસાયા હોય જેથી ડેમોની પાણીની સપાટી પર પણ અસર જાેવા મળી છે.
દાહોદ જિલ્લામાં કુલ ૦૮ ડેમો આવેલ છે જેમાં પાટાડુંગરી, માછણનાણા, કાળી – ૨, ઉમરીયા, અદલવાડા, વાકલેશ્વર, કબુતરી અને હડફ ડેમનો સમાવેશ થાય છે. હાલની પાણીની સપાટીની વાત કરીએ તો, પાટાડુંગરીની હાલની પાણીની સપાટી ૧૬૭.૨૭ જ્યારે ભય જનક સપાટી ૧૭૨.૯૭ મીટરમાં છે તેવીજ રીતે માછણનાળા ડેમની હાલની સપાટી ૨૭૨.૮૦ અને ભય જનક સપાટી ૨૮૧.૩૩, કાળી – ૨ની હાલની સપાટી ૨૫૦.૮૦ અને ભયજનક સપાટી ૨૬૧.૯૦, ઉમરીયા ડેમની હાલની પાણીની સપાટી ૨૭૩.૨૦ અને ભયજનક સપાટી ૨૮૪.૨૪, અદલવાડાની હાલની પાણીની સપાટી ૨૩૫.૨૦ અને ભયજનક સપાટી ૨૩૮.૭૮, વાકલેશ્વર ડેમની હાલની પાણીની સપાટી ૨૧૭.૫૪ અને ભયજનક પાણીની સપાટી ૨૨૫.૨૫, કબુતરી ડેમની હાલની સપાટી ૧૮૧.૪૦ અને ભયજનક સપાટી ૧૮૯.૫૬ અને હડફ ડેમની હાલની પાણીની સપાટી ૧૬૩.૧૮ અને ભયનક પાણીની સપાટી ૧૬૮.૩૨ છે.
પાટાડુંગરી ડેમમાં હાલ પાણીનો સમગ્ર ટકાવારી પ્રમાણે ૪૬.૩૩ છે તેવી જ રીતે માછણનાળામાં ૩૨.૫૦ ટકા, કાળી – ૨માં ૨૭.૧૩ ટકા, ઉમરીયામાં ૨૩.૫૬ ટકા, અદલવાડામાં ૬૨.૫૭ ટકા, વાકલેશ્વરમાં ૨૬.૧૭ ટકા, કબુતરીમાં ૧૯.૮૩ ટકા અને હડફ ડેમમાં ૫૨.૪૮ ટકા પાણીનો સગ્રહ છે.
દાહોદ જિલ્લામાં વરસાદની વાત કરીએ તો ગત વર્ષે એટલે કે, ૨૦૨૦માં આજ તારીખ સુધીમાં કુલ જિલ્લામાં કુલ ૫૮૮ મીમી વરસાદ પડી ચુક્યો હતો તેની સરખામણીમાં આ વર્ષે આજની તારીખ સુધીમાં ૪૭૭ મીમી વરસાદ વરસ્યો છે.
હાલ મેઘરાજાની રાહ જાેઈ જિલ્લાના ખેડુત મિત્રો પણ આંખ મીંડાઈ બેઠા છે. ઘણા ખેડુત મિત્રોએ વાવેતર પણ કરી દીધું છે ત્યારે ઘણા ખેડુત મિત્રો હજુ ચોક્કસ વરસાદની રાહ જાેઈ બેઠા છે અને વાવેતર પણ નથી કર્યું ત્યારે દાહોદ શહેર સહિત જિલ્લામાં મેઘરાજાની પધરામણીમાં વિલંબ થતાં અસહ્ય ગરમી તેમજ બફારાનું વાતાવરણ સર્જાયું છે. વહેલીમાં વહેલી તકે મેઘરાજાની ધમાકેદાર પધરામણી થાય તેવી આશા સાથે લોકો વરસાદની રાહ જાેઈ રહ્યાં છે.
———————————-
