વસાવે રાજેશ દાહોદ
*દાહોદ જિલ્લાની મહિલાઓ માટે બાગાયત ખાતા દ્વારા તાલીમ કાર્યક્રમ*
૦૦૦
દાહોદ જિલ્લાની મહિલાઓ બાગાયત ખાતાની તાલીમ કાર્યક્રમનો લાભ લઇ શકે છે. સરકાર દ્વારા ચાલતી “મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા (સ્ટાઇપેન્ડ)” આપવાની યોજના હેઠળ ચાલુ નાંણાકીય વર્ષ:૨૦૨૩-૨૪ માટે તાલીમ મેળવવા i-khedut portal (web site: www.ikhedut.gujarat.gov.in) પર ઓનલાઇન અરજી કરવા માટે i-khedut portal તા.૨૨/૦૪/૨૦૨૩ થી તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
આ યોજનામાં લાભ લેવા માંગતી મહિલા લાભાર્થીની ઉંમર ૧૮ થી ૬૦ વર્ષ સુધી હોવી જોઈએ અને રેશન કાર્ડ દીઠ એક મહિલાને લાભ મળવાપાત્ર છે. i-khedut portal પર ઓનલાઇન અરજી કરી અરજીની નકલ સાથે બેંક પાસબુકની ઝેરોક્ષ/રદ કરેલ ચેક, રેશન કાર્ડ તથા આધાર કાર્ડની નકલ સામેલ રાખી નાયબ બાગાયત નિયામકની કચેરી, જીલ્લા સેવા સદન, રૂમ નબર ૨૩૩ થી ૨૩૫, બીજો માળ, દાહોદ ખાતે રૂબરૂ અથવા ટપાલ મારફત મોકલી આપવા જણાવવામાં આવે છે. ઉકત અરજી કચેરીમાં મળ્યા બાદ જ અરજી અંતર્ગત આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવશે.
આ તાલીમમાં ભાગ લેનાર મહિલાઓને વિવિધ ફળ અને શાકભાજીમાંથી બનતી વિવિધ બનાવટો જેવી કે જામ, જેલી, કેચપ, શરબતો, માર્મલેન્ડ, નેક્ટર, અથાણાં, મુરબ્બા, કેન્ડી વગેરે જેવી બનાવટોની થીયરી અને પ્રેક્ટીકલ સાથેની તાલીમ આપવામાં આવશે.
આ તાલીમનો સમયગાળો ૨(બે) દિવસ અથવા ૫(પાંચ) દિવસનો રહેશે. ઉક્ત તાલીમ લેનાર તાલીમાર્થીઓને પ્રતિ દિન રૂ.૨૫૦/- લેખે વૃત્તિકા (સ્ટાઇપેન્ડ) આપવાની જોગવાઈ કરેલ છે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જીલ્લા સેવા સદન, રૂમ નંબર: ૨૩૩ થી ૨૩૫, બીજો માળ, દાહોદ – ફોન નં – ૦૨૬૭૩-૨૩૯૨૫૧ તેમજ e-mail : dahod.ddh@gmail.com ઉપર સંપર્ક કરી શકાશે.
૦૦૦
