Sunday, 08/09/2024
Dark Mode

પંચાયતમાં પાણીનો કકળાટ: તંત્રની નિષ્કાળજીના કારણે પાણી માટે વલખા મારતી સંજેલીની પ્રજા.

April 29, 2023
        674
પંચાયતમાં પાણીનો કકળાટ: તંત્રની નિષ્કાળજીના કારણે પાણી માટે વલખા મારતી સંજેલીની પ્રજા.

મહેન્દ્ર ચારેલ :- સંજેલી 

પંચાયતમાં પાણીનો કકળાટ: તંત્રની નિષ્કાળજીના કારણે પાણી માટે વલખા મારતી સંજેલીની પ્રજા.

સંજેલી પંચાયત ખાતે પાણીની માંગને લઈને મહિલાઓએ મનાભાઈ સરપંચનો ઉઘડો લીધો:સરપંચ દ્વારા ફક્ત ખોટા વચનો અને વાયદાઓ આપવામાં આવી રહ્યા છે.

સંજેલી સરપંચ અને તલાટીની વારંવાર રજૂઆત છતાં આંખ આડા કાન.

સંજેલી તા.29

સંજેલી ખાતે પંચાયત તંત્ર પ્રાથમિક સુવિધાઓ આપવા માટે નબળું પુરવાર થયું છે, અનેક વાર સંજેલી પંચાયત, TDO સહિત તંત્રને રજુઆત કરવા છતાં પણ આંખ આડા કાન કરી રહ્યા છે.પંચાયત તંત્ર દ્વારા 15 દિવસે નળ મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે જેને લઈ મહિલાઓ રણચંડી બની હતી, સંજેલી પંચાયત ખાતે મનાભાઈ સરપંચને પાણીની માંગને લઈ સરપંચને ઉઘડો લીધો હતો અને પાણી આપવાની મક્કમ માંગ કરવામાં આવી હતી.

સંજેલીમાં નલ સે જળ યોજના ફારસરૂપ સાબિત થઈ છે નલ સે જળ યોજના માત્ર કાગળ પરજ સીમિત છે, કેટલાક વિસ્તારોમાં પાઇપ લાઇન નાખવામાં આવી છે તો કેટલાક વિસ્તારોમાં પાઇપલાઇન નાખવામાં આવી નથી, દેખાડવા પૂરતું નલ સે જળ યોજના છે પરંતુ તેની વાસ્તવિકતા કંઈક અલગ છે, પંચાયત દ્વારા ફાળવવા આવેલ નલ મારફતે પીવાનું પાણી ન અપાતા ચામડિયા ફળીયા ખાતેની વોર્ડ નંબર આઠની મહિલાઓએ સંજેલી પંચાયતનો ઘેરાવો કરી દૈનિક પાણી સહિત પ્રાથમિક સુવિધાઓ આપવાની માગોને લઈને વિરોધ પ્રગટ કરી રોષ ઠાલવ્યો હતો સરપંચ તંત્રના ખોટા વચનો સાંભળી સાંભળીને રોષે ભરાયેલી મહિલાઓએ સંજેલી સરપંચને પાણી આપોની માંગને લઈ ઉગ્ર રજુઆત કરી હતી સંજેલી સરપંચને મહિલાઓ સહિત સભ્યોએ નળ મારફતે દૈનિક પાણી આપવાની માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!