
બાબુ સોલંકી :- સુખસર
દાહોદના મુવાલિયા ફાર્મ ખાતે હલકા ધાન્ય પાકોનું માનવ આહારમાં મહત્વ વિશે તાલીમ કાર્યક્રમ યોજાયો.
( પ્રતિનિધિ )સુખસર,તા.18
આણંદ કૃષિ યુનિવર્સિટી કૃષિ સંશોધન કેન્દ્ર મુવાલિયા ફાર્મ દાહોદ ખાતે તૃણ (હલકા) ધાન્ય પાકોનું માનવ આહારમાં મહત્વ વિષય ઉપર આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.બી.કથીરિયા નાઓના માર્ગદર્શન હેઠળ એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાઈ ગયો.કૃષિ સંશોધન કેન્દ્રના વડા ડૉ.આર જી મછાર દ્વારા હલકા ધાન્ય પાકો જેવા કે બાવટો, વરી, કોદરા,કાંગ, બંટી,કુરી અને ચીણા જેવા પાકોની વૈજ્ઞાનિક ખેતી સાથે માનવ આહારમાં તેનું મહત્વ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.કે.વી.કે દાહોદના ઇન્ચાર્જ ડૉ..એચ.એલ કાચા દ્વારા બાગાયતી પાકોની ખેતી વિશે વિસ્તૃત જાણકારી આપેલ હતી.વધુમાં આરીફ ભાઈ શેખ દ્વારા દાહોદ જિલ્લાના વિવિધ ગામના કુલ 84 જેટલા ખેડૂત ભાઈઓને પાકનું સરક્ષણની માહિતી આપવામાં આવી હતી.તેમજ સ્પ્રેયર પંપ નું વિતરણ કરવામાં આવ્યું હતું.