Sunday, 08/09/2024
Dark Mode

સંજેલી બેંક ઓફ બરોડામાં ખાતેદારોના ખાતા બંધ થતા હપ્તા બાઉન્સ અને લેવડદેવડ ઠપ.

April 17, 2023
        2635
સંજેલી બેંક ઓફ બરોડામાં ખાતેદારોના ખાતા બંધ થતા હપ્તા બાઉન્સ અને લેવડદેવડ ઠપ.

સંજેલી બેંક ઓફ બરોડામાં ખાતેદારોના ખાતા બંધ થતા હપ્તા બાઉન્સ અને લેવડદેવડ ઠપ.

સેવિંગ ખાતામાં GST નંબર સહિતના ડોક્યુમેન્ટ ની માંગ અથવા તો વીમો ખોલાવો.

બેંક પાસબુક મશીન બંધ ગામડા ના BC પોઇન્ટો સંજેલી બજારમાં હાટડીઓ

સંજેલી બેન્ક ઓફ બરોડા ઘણા ખરા ખાતેદારોના ખાતા બંધ થતા ખાતેદારોને હાલાકી લોનના હપ્તાઓ બાઉન્સ તો નાણાની લેવડદેવડ બંધ Gst નંબર ના હોય તો વીમો લઈ અને ખાતું શરૂ કરવામાં આવશે બેંક પાસબુક મશીન બેંક બેલેન્સ નાણાની લેવડદેવડ અને બેંક પાસબુક અને KYC માટે બેંકમાં ખાતેદારોની લાંબી લાઈન. ગામડાઓના BC પોઇન્ટ ની હાટડીઓ સંજેલીમાં જ ધમધમતી થઈ ખાતેદારોને બારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સંજેલી ખાતે આવેલી બેંક ઓફ બરોડા માં ઘણા ખાતેદારોના ખાતા લોક કરી દેવામાં આવ્યા છે જેના કારણે ખાતામાં રકમ હોવા છતાં પણ હપ્તા બાઉન્સ અને પેનલ્ટી લાગી તેમજ નાણાની લેવડ દેવડ માટે પણ બેંકમાં ખાતા ખોલાવવા માટે ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે. GST સહિતના ડોક્યુમેન્ટના હોય તો ખાતા ખોલવા માટે વીમો લો તો ખાતું ખોલી આપવામાં આવશે નહિ તો બેંકમાં નવા નિયમ પ્રમાણે KYC ના કારણે ખાતાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.બેંકમાં પાસબુક મશીન બંધ હોવાથી નાણાની લેવડ દેવડ માટે એક જ કાઉન્ટર હોવાથી ખાતેદારો હાલાકી ભોગવી રહ્યા છે. જોકે બેંક બેલેન્સ ચેક કરવા માટે પણ વહેલી સવારથી સાંજ સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે. બેંકના કર્મચારી દ્વારા ખાતેદારોને યોગ્ય જવાબ આપવામાં આવતો નથી તેમજ સંજેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને ઘર આંગણે બીસી પોઇન્ટ દ્વારા મળતી સુવિધાઓ માત્ર કાગળ પર જ દર્શાવવામાં આવી હોય તેમ બીસી પોઇન્ટો સંજેલી બજારમાં ધમધમી રહ્યા છે. બીસી પોઇન્ટ ઉપર નાણાંની લેવડ દેવડ માટેનો ચાર્જ કે તેના મળતી સુવિધાઓ વિશેના બોર્ડ લગાવવામાં આવ્યા નથી. બીસી પોઇન્ટ પર નાણા ઉપાડી અને ચા પાણીના ઉઘરાણા થતા હોવાની લોક ચર્ચાઓ. આવી અનેક ખાતેદારોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે વહેલી સવારથી જ સંજેલી ખાતે આવેલી બેંક ઓફ બરોડામાં રોડ સુધી લાંબી લાઈન જોવા મળી રહી છે.

 *બે મહિનાથી સેવિંગ ખાતું બ્લોક થતા લોન ના હપ્તા બાઉન્સ થયા :- રવિ પરમાર સંજેલી બરોડા બેંક ગ્રાહક*

લગભગ બે માસથી સેવિંગ ખાતું બ્લોક થતા ખાતામાં બેલેન્સ હોવા છતાં પણ બજાજ અને નેપકી ફાઇનાન્સના હપ્તા બાઉન્સ થયા છે અને પેનલ્ટી લાગી છે . અમે બેંકના રેગ્યુલર ગ્રાહક છે તેમજ લોનના આપતાઓ પણ રેગ્યુલર ભરતા હોય બેંકનું ખાતું બંધ કરી દેવાતા અમારા લોનના હપ્તા 22 થતાં પેનલ્ટીઓ ભરવાનો વારો આવ્યો છે . અમારી ક્રેડિટ તેમજ સિબીલ સ્કોર ખરાબ થાય તો તે માટે જવાબદાર કોણ ? : – રવિ પરમાર સંજેલી બરોડા બેંક ગ્રાહક

 *સેવિંગ ખાતું લોક કર્યું શરૂ કરવા માટે નાણાકીય હિસાબો માંગે છે અથવા પરાણે વીમો ખોલાવવા દબાણ કરી રહ્યા છે :- પ્રતીક કુમાર જયસ્વાલ સંજેલી.*

સંજેલી બેન્ક ઓફ બરોડામાં મારુ સેવિંગ ખાતું લોક કરી દીધું છે ફોન પે અને ગૂગલ પે એન્ટ્રી લો છો તેનો એન્ટ્રી હિસાબ આપો GSt નંબર તેમજ બેલેન્સશીટ નફો નુકસાનનું આપો ના હોય તો દર વર્ષે ₹30,000 નો વીમો કરાવી લો તો ખાતું શરૂ કરી દઈએ.

 *બેંક દ્વારા વીમા પોલિસી લેવા દબાણ કરી રહ્યા છે :- પ્રકાશભાઈ સેલોત ચમારિયા.*

સંજેલી બેન્ક ઓફ બરોડામાં મારું સેવિંગ ખાતું લોક કરી દેવામાં આવ્યું છે પાનકાર્ડ આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ આપવા છતાં પણ ખાતુ શરૂ કરવામાં આવતું નથી જીએસટી નંબર આપો ના હોય તો શરૂ કરવા માટે દર વર્ષે ૩૦ હજાર રૂપિયા નું વીમો પાંચ વર્ષ માટે લઈ લો. તો ખાતું શરૂ કરી આપુ.

 *બેંકમાં સ્ટાફ ઓછો છે. બેંકના નામે કોઈ ઉઘરાણું કરશે તો કાર્યવાહી થશે :- લીડ મેનેજર સુનિલભાઈ બારીયા*

સમસ્યાને લઈને સંજેલી bank of baroda ના મેનેજર નો સંપર્ક કરતા તેઓએ ફોન રિસીવ કર્યો ન હતો અને લીડ મેનેજરનો સંપર્ક કર્યો હતો સંજેલી બેંક ઓફ બરોડામાં માં પૂરતો સ્ટાફ નથી તેમ જ તાલુકાની લોકોમાં બેક માં પૈસા ભરવા માટે લોકમાનસ નથી તેમજ બીસી પોઇન્ટ પર જે ચાર્ટ નથી લગાવ્યો તે લગાવવા જણાવી દઉં છું તેમજ બીસી પોઇન્ટ પરથી વધારે રૂપિયા ઉઘરાવવામાં આવતા હોય તો તેમની પર કાર્યવાહી કરવામાં આવશે. લીડ મેનેજર સુનિલભાઈ બારીયા દ્વારા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!