Sunday, 13/07/2025
Dark Mode

ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામેથી CHC એમ્બુલન્સ ગાડી ના પાંચ ટાયરો ચોરાયા

June 30, 2021
        2063
ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામેથી CHC એમ્બુલન્સ ગાડી ના પાંચ ટાયરો ચોરાયા

નીલ ડોડીયાર :- દાહોદ 

ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામેથી CHC એમ્બુલન્સ ગાડી ના પાંચ ટાયરો ચોરાયા

દાહોદ તા.૩૦

 ઝાલોદ તાલુકાના કાળી મહુડી ગામે આજથી દશ દિવસ અગાઉ સી.એસ. સી.ની એબમ્યુલંશ ગાડીના પાંચેય ટાયરો કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઈ ગયાંની ઘટના બાદ ગતરોજ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 ગત તા.૨૦મી જુનના રોજ ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામેથી એક મીરાખેડીની સી.એસ.સી.ની એમ્બ્યુલંશ ગાડી રસ્તામાં બગડી જતાં રાત્રીના સમયે કોઈ વિકલ્પ ન મળતાં એમ્બ્યુલંશના ડ્રાઈવર સહિત સ્ટાફના માણસોએ આ એમ્બ્યુલંષશ રાત્રીના સમયે કાળીમહુડી ગામે પાટીયા પાસે એક ઘરની આગળ લોક મારી પાર્ક કરી હતી બીજા દિવસે એમ્બ્યુલંશ ગાડી લેવા આવતાં જાેતાની સાથે જ સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયાં હતાં. એમ્બ્યુલંશ ગાડીના પાંચેય ટાયરો ગાયબ થઈ ગયાં હતાં અને રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી પાંચેય ટાયરો ચોરી કરી લઈ નાસી ગયાં હોવાનું માલુમ પડતાં આ સંબંધે મીરાખેડી સી.એસ.સી.માં ફરજ બજાવતાં ખુમાનભાઈ સમુડાભાઈ દેવધાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!