મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી ડોકી – નાના કાળિયા પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી.
સંજેલી તા. 20
સંજેલી તાલુકામાં આવેલ ડોકી નાના કાળિયા પ્રાથમિક શાળામાં તારીખ ૨૦ માર્ચના રોજ દિન વિશેષમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ ચકલી દિવસ શા માટે ? પક્ષીઓની ઘટતી સંખ્યા માટે જવાબદાર કોણ અને ચકલીઓની ઘટતી સંખ્યાને બચાવવા માટે શું કરી શકાય તેની રસપ્રદ માહિતી શાળાના શિક્ષક દવે જયેશકુમાર રમણભાઈ દ્વારા આપવામાં આવી હતી. ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા ચકલીઓ માળા બનાવવાની પ્રવુતિઓ કરાવવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓને રસપૂર્વક ચકલીના માળા બનાવ્યા હતા અને ચકલી ઘર આંગણે જોવા મળે તો તેમના માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરીશું એવું જણાવ્યું હતું. આ વિશ્વ ચકલી દિવસ નિમિતે શાળાના આચાર્ય, સ્ટાફગણ અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિશ્વ ચકલી દિવસની ખૂબ જ અસરકારક રીતે ઉજવણી કરવામાં આવી હતી.