જેસાવાડા પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

જેસાવાડા પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો

ગરબાડા તા.26

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસે ઘરફોડ ચોરીના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે. સુરત જિલ્લાના ગ્રામ્ય ઓલપાડ વિસ્તારમાં ઘર ફોડ ચોરીને અંજામ આપી નાસતો ફરતો આરોપીપ વણકરભાઈ સવસિંગભાઈ કટારા (રહે. વડવા, કટારા ફળિયુ, તા. ગરબાડા, જી. દાહોદ) નો તેના રહેણાંક વિસ્તારમાં હોવાની બાતમી જેસાવાડા પોલીસને મળી હતી જે બાતમીના આધારે જેસાવાડા પોલીસે તેના રહેણાંક વિસ્તારમાં ઓચિંતો છાપો મારી વણકરભાઈ સવસિંગભાઈ કટારાને ઝડપી પાડી તેની વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ જેસાવાડા પોલીસને ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી

Share This Article