Monday, 14/07/2025
Dark Mode

દાહોદ એ ડિવિઝન પોલીસે નેત્રંમ કેમેરાના મદદથી હાર્ડવેરની દુકાનમાંથી ત્રણ મોબાઇલની ઉઠા તંગ ગઠિયાને ઝડપી જેલભેગો કર્યોં..

February 23, 2023
        1292
દાહોદ એ ડિવિઝન પોલીસે નેત્રંમ કેમેરાના મદદથી હાર્ડવેરની દુકાનમાંથી ત્રણ મોબાઇલની ઉઠા તંગ ગઠિયાને ઝડપી જેલભેગો કર્યોં..

રાજેશ વસાવે :- દાહોદ

દાહોદ એ ડિવિઝન પોલીસે નેત્રંમ કેમેરાના મદદથી હાર્ડવેરની દુકાનમાંથી ત્રણ મોબાઇલ ચોરનાર ગઠિયાને ઝડપી જેલભેગો કર્યોં..

દાહોદ તા.23

 

દાહોદ એ ડિવિઝન પોલીસે નેત્રંમ કેમેરાના મદદથી હાર્ડવેરની દુકાનમાંથી ત્રણ મોબાઇલની ઉઠા તંગ ગઠિયાને ઝડપી જેલભેગો કર્યોં..

દાહોદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરી તેમજ ઘરફોડ ચોરીની ઘટનાઓની સાથે સાથે મોબાઈલ ચોરીની ઘટનાઓ પણ સામે આવતા દાહોદ શહેરમાં વધી રહેલી ગુનાખોરી પોલીસ માટે એક માથાનો દુખાવો સમાન સાબિત થઈ રહી હતી તેવા સમયે જિલ્લા પોલીસવડાના માર્ગદર્શનમાં દાહોદ એ ડિવિઝન પોલીસે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત દાહોદ શહેરમાં લાગેલા નેત્રમ કેમેરાના મદદથી મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા સાંપડી છે.પોલીસે બાતમીના આધારે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર ખાનગી બસમાંથી ચોરીના ત્રણ મોબાઇલ સાથે એક ઈસમને ઝડપી જેલ ભેગો કર્યો છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા કબ્રસ્તાન રોડ હયાતની વાડી, હુસેન સ્કૂલની પાછળના રહેવાસી યાસીન ઉર્ફે ઝૂડવા યાકુબ મીઠાબાઈ ચોરીની પ્રવૃત્તિમાં સંકળાયેલો હોઈ ગતરોજ દાહોદ શહેરના ગોધરારોડ ખાતે આવેલી નૂર હાર્ડવેર નામક દુકાનમાં આવ્યો હતો. અને ત્યાંથી દુકાનદારની નજર ચૂકવી ત્રણ મોબાઈલની ઉઠાતરી કરી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ દુકાનદાર દ્વારા આ મામલે એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ લાઠીયા તેમજ સ્ટાફના માણસો સાથે રાખી દાહોદ શહેરમાં લાગેલા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ કેમેરાના મદદ થી ઉપરોક્ત ઈસમને ઓળખી ટેકનિકલ સોર્સની મદદથી નોર અમદાવાદ નેશનલ હાઈવે પર હોટલ સતી તોરલ વોચમાં ઉભા રહી ગયા હતા અને તે સમયે દાહોદ થી ગોધરા તરફ જતી ખાનગી બસને રોકાવી બસના અંદરથી મોબાઇલ ચોરી કરનાર ગોધરાના ઉપરોક્ત ઈસમને ચોરીના ત્રણ મોબાઇલ સાથે રંગે હાથ ઝડપી જેલ ભેગો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!