
દાહોદ શહેરના કસબા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી ત્રણ જુગારીયાઓને ઝડપ્યા..
દાહોદ તા.17
દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી ત્રણ જુગારિયાઓને ઝડપી અંગ ઝડપી તેમજ દાવ પરથી 2550 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી જુગારધારા અંતર્ગત ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ જુગારના કેસો શોધવા માટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન તેમને ખાનગી રહે બાતમી મળી હતી કે દાહોદના કસ્બા ખાઈ ફળીયામાં ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ગોળ કુંડાળું વળી અને જુગાર રમી રહ્યા છે તેઓને પકડવા માટે તે વિસ્તારમાં ગયા અને તે વિસ્તારને કોર્ડન કરતા પોલીસની રેડ જોઈ તમામ જુગારીયાઓ નાસભાગ કરવા લાગ્યા હતા જેમાં ત્રણ ઈસમો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા જેમાંથી મોસીન ઈમ્તિયાઝ કુરેશી રહેવાસી જુનાવનકર વાસ દાહોદ અન્ય આરોપી આપતાબ સિકંદર અલીસૈયદ રહેવાસી જુના વણકરવાસ દાહોદ અને અન્ય એક ત્રીજો પકડાયેલો જુગારી દિલીપભાઈ સોમાભાઈ નીનામા રહેવાસી કસ્બા ખાઈ ફળિયુ દાહોદનું હોવાનું પોલીસને જણાવ્યું હતું અને પોલીસે તેમની પાસેથી દાવ પર લાગેલા અને અંગઝડતી દરમિયાન મળેલા 2,550 રૂપિયાના રોકડ સાથે ત્રણેય જુગારીયાઓને ઝડપી તેમની સામે દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે જુગાર ધારા 12 મુજબનો ગુનો દાખલ કરી અને આગળની વધુ તપાસ હાથ ધરી છે.