
દાહોદ તાલુકા પંચાયત સામે એક વર્ષ અગાઉ થયેલ મારામારીના બનાવમાં ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાઈ…
દાહોદ તા.17
દાહોદ તાલુકા પંચાયત આગળ એક વર્ષ અગાઉ તેમના પરિવારના બે સભ્યોએ કાકા સસરાને ગડદાપાટુ નો માર મારવાના બનાવમાં આજરોજ પોલીસ ફરિયાદ નોંધવા પામી છે.
દાહોદ તાલુકાના દસલા મકવાણા ફળિયામાં રહેતા મોહનભાઈ પુંજાભાઈ મકવાણાએ આજરોજ તારીખ 17.12.2022 ના રોજ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમના ભાઈ કનુભાઈની દીકરી હેતલબેનના લગ્ન સમાજના રીતે રિવાજ મુજબ 2019 માં જેસાવાડા ગામના નીરવ મનસુખ પરમાર સાથે કરવામાં આવ્યા હતા સમાજના રીતી રિવાજ મુજબ બંનેના લગ્ન થયા હતા ત્યારબાદ બંને પતિ-પત્નીમાં આંતરિક વિવાદ ઊભો થતા 1 જાન્યુઆરી 2021 ના રોજ નીરવકુમાર તેમની પત્ની હેતલબેન ને દસલા ગામે મૂકીને ચાલ્યા ગયા હતા અને સમાજ રાહે નિકાલ થવાનો હતો પરંતુ ન થતાં નીરવ પરમારે દાહોદ જિલ્લાની છાપરી કોર્ટમાં છૂટાછેડા લેવા માટે કેસ કર્યો છે અને તે હાલમાં કેસ કોર્ટમાં ચાલુ છે ત્યારે તે અદાવતને લઈને તારીખ 3 1 2022 ના રોજ દસલા ગામે રહેતા મોહન પુજા મકવાણા દાહોદ તાલુકા પંચાયતની ઓફિસ આગળ બપોરના ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન તેમની બાઈક લઈને નીકળ્યા હતા તેવા સમયે ફોરવીલર લઈને આવેલા નીરવ મનસુખ પરમાર ગૌરાંગ બાબુભાઈ પરમાર અને બાબુભાઈ કેવળભાઈ પરમાર આ ત્રણ લોકો ફોરવીલર લઈને આવ્યા હતા અને મોહનભાઈ પુંજાભાઈ મકવાણાની બાઈક આગળ ફોર વહીલર ઉભું કરીને કહ્યું હતું કે મારી પત્નીનો આ માણસ નિકાલ નથી કરવા દેતો તેમ કહી તેની બાઈક રોકાવી અને તેને ગદડાપાટુનો માર માર્યો હતો જે બાદ ત્રણેય લોકોએ મોહનભાઈ મકવાણાને જાનથી મારી નાખવાની ધમકી આપી અને જતા રહ્યા હતા તે સમયે આ ઘટનાની જાણ મૌખિકમાં દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવી હતી અને તેઓને ઇજાઓ પહોંચી હોવાને લઈને તેઓ દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ગયા હતા અને જે બાદ લેખિતમાં પોલીસ મથક ખાતે તેઓ દ્વારા એક અરજી આપવામાં આવી હતી આ મામલાને લઈને અને દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે ત્રણેય લોકોના અટકાયતી પગલા પણ લીધા હતા તેવા સમયે તેમને ફરિયાદ ન આપતા જણાવ્યું હતું કે મારી ભત્રીજીનો પંચ રાહે નિકાલ થઈ જશે પરંતુ આજ દિન સુધી નિકાલ ન થતા તેઓ દ્વારા આજરોજ એક વર્ષ બાદ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ મથકે તારીખ 17 12 2022 ના રોજ બપોરના 03:00 વાગ્યાના સમયગાળા દરમિયાન ત્રણેય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે જેસાવાડા ગામ ખાતે રહેતા નીરવ મનસુખ પરમાર ગૌરાંગ બાબુભાઈ પરમાર અને બાબુભાઈ કેવળભાઈ પરમાર વિરુદ્ધ મારા મારીનો ગુનો દાખલ કરી ત્રણેયને પકડવાના ચક્રો ગતિમાન કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે