Saturday, 21/12/2024
Dark Mode

રતલામ મંડળમાં સમાવિષ્ટ બામનિયા અમરગઢ સેકશનની વચ્ચે દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર હાદસો..

November 24, 2022
        708
રતલામ મંડળમાં સમાવિષ્ટ બામનિયા અમરગઢ સેકશનની વચ્ચે દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર હાદસો..

રાજેન્દ્ર શર્મા, દાહોદ લાઇવ ડેસ્ક 

 

 

રતલામ મંડળમાં સમાવિષ્ટ બામનિયા અમરગઢ સેકશનની વચ્ચે દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર હાદસો..

રતલામ મંડળમાં સમાવિષ્ટ બામનિયા અમરગઢ સેકશનની વચ્ચે દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર હાદસો..

બેકાબૂ બનેલી કોટા સ્ટોન ભરેલી ટ્રકે રેલવેનું ક્રોસિંગ તોડી બે બાઈક ચાલકોને કચડ્યા: બેના મોત: બેઘાયલ  

રતલામ મંડળમાં સમાવિષ્ટ બામનિયા અમરગઢ સેકશનની વચ્ચે દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર હાદસો..

રેલમાર્ગ પર અકસ્માતના પગલે અપ લાઇનનો પાંચ કલાક સુધી રેલવ્યવહાર ખોરવાયો 

રતલામ મંડળમાં સમાવિષ્ટ બામનિયા અમરગઢ સેકશનની વચ્ચે દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર હાદસો..

બામનીયા સેક્શનમાં અવારનવાર થતાં ટ્રેન દુર્ઘટના :ક્યાં છે રેલવેની સેફટી ટીમ..??

 

દાહોદ તા.૨૪

રતલામ મંડળમાં સમાવિષ્ટ બામનિયા અમરગઢ સેકશનની વચ્ચે દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર હાદસો..

રતલામ મંડળના સમાવિષ્ટ બામનિયા-અમરગઢ સેક્શનની વચ્ચેથી પસાર થતા દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર માનવ રહિત રેલવે ક્રોસિંગ પર આજે સવારે એક કોટા સ્ટોન પથ્થર ભરેલી ટ્રક બેકાબુ બની રેલવે ક્રોસિંગ તોડીને બે બાઈક ચાલકોને અડફેટે લેતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં મોટરસાયકલ સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ પ્રાણ પખેરૂ ઉડી ગયા હતા. આ બનાવ બાદ દિલ્હી મુંબઈ વચ્ચેનો રેલવે વાર સંપૂર્ણ રીતે ઠપ થઈ જવા પામ્યું હતું. અકસ્માત બાદ ત્યારબાદ ટ્રક ચાલક ટ્રક સ્થળ પર જ મૂકી ભાગી છૂટી હતો. ઘટનાની જાણ સ્થાનિક પોલીસ તેમજ રેલવે સત્તાધીશોને થતા ઉપરોક્ત તમામ લોકો તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા ભેગા થયેલા મોટી સંખ્યામાં ટોળાને વેરવિખેર કરવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ દ્વારા મૃતકોને પીએમ માટે નજીકના દવાખાને મોકલી આપ્યા હતા. ત્યારબાદ રેલવેના અધિકારીઓ દ્વારા તાબડતોડ રેલમાર્ગ શરૂ કરવા માટે કવાયત હાથ ધરાઈ હતી. થોડીક વારમાં ડાઉન ટ્રેક ચાલુ કરી દીધો હતો. પણ તો અપ લાઇનનો ટ્રેક ચાલુ કરવામાં રેલવેને પાંચ કલાક જેટલો સમય લાગ્યો હતો. આ અકસ્માતના કારણે રેલ વ્યવહાર પર કોઈ માઠી અસર પડી નહોતી. પરંતુ રેલવે સત્તાધીશો માં દોડધામ મચી જવા પામી હતી..

 

 

રતલામ મંડળના બામનીયા નજીક દિલ્હી – મુંબઈ રેલ માર્ગ ઉપર આજરોજ કોટા સ્ટોન ભરેલા રાજસ્થાન પાસીંગના ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતો હતો. અને રેલ લાઈનની ક્રોસીંગ તોડી પસાર થઈ રહ્યો હતો. અને મોટરસાઈકલ પર સવાર બે વ્યક્તિઓને અને અન્ય બે વ્યક્તિઓ મળી કુલ ચારને અડફેટમાં લેતાં ટ્રકની અડફેટમાં મોટરસાઈકલ પર સવાર બે વ્યક્તિઓ આવી જતાં બંન્ને વ્યક્તિઓના ઘટના સ્થળ પર પ્રાણ પંખેરૂ ઉડી જવા પામ્યાં હતાં જ્યારે અન્ય બે વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે રેલ લાઈન પર બનેલ આ માર્ગ અકસ્માતને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. સ્થાનીક પોલીસ તેમજ રેલ્વે વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. બંન્ને મૃતકોની લાશને નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરી દેવામાં આવ્યાં હતાં અને ગંભીર ઈજાગ્રસ્ત અન્ય બે વ્યક્તિઓ હાલ સારવાર લઈ રહ્યાં છે ત્યારે આ રેલ્વે લાઈન પર માર્ગ અકસ્માતના બનાવને પગલે દિલ્હી – મુંબઈનો રેલ માર્ગ પણ ખોરવાયો હતો. જોકે બામનિયા પાસે આ રેલ્વે ક્રોસીંગ તેમજ આસપાસના વિસ્તારોમા ભુતકાળમાં પણ અનેક માર્ગ અકસ્માતો થયાં હતાં અને કેટલાંક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યાં હતાં. સ્થાનીક લોકો અને સ્થાનીક નેતાઓએ અહીં ઓવર બ્રિજ બનાવવાની માંગ પણ કરવામાં આવી હતી પરંતુ હાલ સુધી માત્ર લોકોને સહાનુભુતી આપવામાં આવી હતી. ઉપરોક્ત રેલ સેક્શનમાં છાસવારે અકસ્માતો બનતા આ અંગે મંડળમાંથી રેલવેની સેફ્ટી ટીમને હજી સુધી કેમ જાણ કરવામાં નથી આવી એક મોટો સવાલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!