શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
દાહોદ જીલ્લામા લપ્પી વાયરસનો કહેર:ફતેપુરા તાલુકામાં 11 પશુને લંપી વાયરસની ઝપેટમા:ગાયનું મોત..
ગાયનુ મોત થતા પશુપાલકોમાં ભયનો માહોલ: પશુપાલન વિભાગ દ્વારા આરોગ્ય લક્ષી કામગીરી શરૂ કરાઈ
પશુપાલન વિભાગ દ્વારા લંપી વાયરસ ના લક્ષણો ધરાવતા પશુઓની તપાસ કરવા પશુપાલકોની માંગ
ફતેપુરા તા.૦૭
સોરાષ્ટ્ર્ર, કાઠિયાવાડ સહીત સમગ્ર ગુજરાતમાં લંપી વાયરસે કહેર મચાવ્યો છે.જેમાં આ જીવલેણ વાયરસના લીધે કેટલાય અબોલ પશુઓના મોત નીપજ્યા હતા. જોકે હજી પણ લંપી વાયરસનો કહેર યથાવત જાેવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લામાં પણ લંપી વાયરસનો કહેર

જાેવા મળ્યો છે.ફતેપુરા તાલુકામાં લમ્પી વાયરસે 11 જેટલાં મૂંગા પશુઓને ચપેટમાં લેતા સરસવા પૂર્વમાં એક પશુનું મોત નીપજવા પામ્યું છે. ત્યારે પંથકમાં લમ્પી વાયરસે પગ પેસારો કરતા પશુ પાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ફતેપુરા તાલુકામાં પ્રથમ સરસ્વા ગામે લંપી વાયરસનો કેસ સામે આવ્યો અહીં એક પશુનું વાયરસના કારણે મોત નીપજ્યું હતું. ફતેપુરા તાલુકામાં પશુઓમાં વધતા જતા લંપી વાયરસથી પશુપાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.ત્યારે વધતા જતા લંપી વાયરસ કેસમાં આજે વધુ એક પશુનું મોત નીપજ્યું હતું. ફતેપુરા તાલુકામાં પશુઓમાં પશુઓમાં લમ્પી વાઈરલ ન ફેલાય તે માટે તાલુકા પશુપાલન વિભાગ દ્વારા કામીગીર કરવામાં આવે તેવી પશુપાલકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ફતેપુરા તાલુકામાં અન્ય પશુઓમાં લમ્પી વાઈરસ ન ફેલાય તે માટે તાલુકાના પશુપાલન વિભાગ દ્વારા પશુઓની તપાસ કરવામાં આવે તેવી પશુપાલકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
