દાહોદ સ્થિત શ્રી દશાનીમા વણિક સમાજ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

Editor Dahod Live
1 Min Read

દાહોદ સ્થિત શ્રી દશાનીમા વણિક સમાજ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

દાહોદ, સ્વતંત્રતા પર્વની સવારે વરસાદી ઝરમર વચ્ચે પણ દાહોદના શ્રી દશાનીમા વણિક‌ સમાજનો ધ્વજવંદન કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો. 

તા.૧૫.૮.’૨૨ ને સોમવારે સવારે આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં સમાજ અને શહેરના અગ્રણી મહિલા કલ્પનાબેન ઈન્દ્રવદનભાઈ શેઠના હસ્તે આઝાદીના અમૃત મહોત્સવની ઉમદા ઉજવણી થઈ.

 

આ અવસરે વણિક સમાજના ૯૪ વર્ષીય વયોવૃદ્ધ બાલિકાબેન દશરથલાલ શાહે “રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે” ગીત ગાઈ જુસ્સો જગાવતું વકતવ્ય આપતાં આઝાદીની રસપ્રદ વાતો કરી. તો સચિન દેસાઈએ પણ વણિકોની ગૌરવ ગાથાના કેટલાંક મુદ્દા દર્શાવ્યા હતા. સમાજના પ્રમુખ મૃણાલ પરીખ, મંત્રી ગોપી દેસાઈ તથા સાહિત્ય તથા શેક્ષણિક સમિતિના કન્વીનર શેતલ શેઠના વડપણ હેઠળ આયોજિત આ પાવન અવસરે જ્ઞાતિજનો દેશદાઝ દાખવી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં.

Share This Article