પોલીસ વિભાગમાં ૫૫ જેટલા બિન હથિયાર ધારી પોલીસ ઈન્સ્પેકટરોની રાજ્યવ્યાપી બદલીઓનો દોર:દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા બે પોલીસ ઇન્સ્પેકટર બદલાયા..

Editor Dahod Live
3 Min Read

રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક...

પોલીસ વિભાગમાં ૫૫ જેટલા બિન હથિયાર ધારી પોલીસ ઈન્સ્પેકટરોની રાજ્યવ્યાપી બદલીઓનો દોર:દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા બે પોલીસ ઇન્સ્પેકટર બદલાયા..

 દાહોદ જિલ્લાના દે.બારિયા,લીમખેડા તેમજ દાહોદ સીપીઆઈ તરીકે ફરજ બજાવતા પીઆઈ એમ જે ચૌધરીની બદલી 

 દાહોદ LCB માં લાંબા સમયથી ફરજ બજાવતા બી.ડી શાહ ની બદલી કરાઈ 

એલસીબી માં લાંબા કાર્યકાળ દરમિયાન પીઆઇ બી.ડી શાહે દાહોદ જિલ્લામાં ચકચાર મચાવનાર હાઈપ્રોફાઈલ હિરેન પટેલ મર્ડર કેસ, પંચેલાની ધાડ,

આંતરરાજ્ય છેતરપિંડી, સહીતના સંખ્યાબંધ ધાડ લૂંટ મર્ડર જેવા રેકોર્ડ બ્રેક ગુનાઓ ડિટેકટ કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી આરોપીઓને જેલ ભેગા કર્યા.

 આંધ્ર પ્રદેશની ચકચારી ધાડના ગુનામાં કુનેહ પૂર્વક આરોપીઓની ઓળખ કરી ગણતરીના કલાકોમાં જેલ ભેગા કર્યા:

આંધ્રપ્રદેશ પોલીસે એક લાખ રૂપિયાનું ઇનામ આપતા દાહોદ LCB સહીત ગુજરાત પોલીસ નું ગૌરવ વધાર્યું…

દાહોદ તા.05

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં પોલીસ વિભાગમાં જુદા જુદા જિલ્લાઓમાં નોકરી કરતા બિન હથીયાર ધારી 55 પોલીસ ઇન્સ્પેક્ટરોની સામુહિક બદલીનો ગંજીફો ચીપતા દાહોદ જિલ્લામાં જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા બે પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીઓ થવા પામી છે.

 આગામી ત્રણથી ચાર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક હોઈ રાજ્ય સરકાર તેમજ ચૂંટણી પંચ પોતપોતાની રીતે ચૂંટણીઓની તૈયારીઓમાં જોતરાયુ છે.ચૂંટણી ટાણે પોલીસ વિભાગ તેમજ અન્ય વિભાગોમાં જેવા કે આઈ.પી.એસ આઇ.એસ મામલતદાર, એસડીએમ અધિકારીઓની બદલી પણ કરવામાં આવે છે. હાલ ચૂંટણીનો સમય નજીક હોઈ રાજ્ય સરકાર દ્વારા જાહેર હિતમાં ૫૫ જેટલા બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર( પી. આઈ )ની બદલીઓનો ગંજીફો ચીપ્યો છે ત્યારે દાહોદ જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) શાખામાં ફરજ બજાવતા બી.ડી.શાહ ની બદલી સુરત ગ્રામ્યમાં કરવામાં આવી છે. તેમજ એમ. કે ચૌધરીની બદલી પાટણ ખાતે કરવામાં આવી છે.જેના પગલે રાજ્ય વ્યાપી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીઓનાં આ દૌરમાં દાહોદ જિલ્લામાં લાંબા સમયથી ફરજ બજાવતા બે પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીઓ કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ એલસીબીમાં ફરજ બજાવી રહેલા પી.આઈ બી. ડી. શાહ નવેમ્બર 2019 માં દાહોદ જિલ્લામાં પોસ્ટિંગ થઈને આવ્યા હતા. જે બાદ તેઓ લીમખેડા ખાતે ફરજ બજાવ્યા બાદ જાન્યુઆરી 2020 માં LCB માં પી.આઈ તરીકે પદભાર સંભાળ્યો હતો. તેમના કાર્યકાળમાં સૌથી વધારે રેકોર્ડબ્રેક ગુનાઓનું ડિટેક્શન થયા હતા.જેમાં પીપલોદ ખાતેની ચકચારી ધાડ, ઝાલોદ હાઈ પ્રોફાઈલ હિરેન પટેલ મર્ડર કેસ, આંધ્ર પ્રદેશમાં થયેલી ઘરફોડ ધાડમાં કુનેહપૂર્વક આરોપીઓની ઓળખ કરી ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી જેલ ભેગા કરતા આંધ્રપ્રદેશ પોલીસ દ્વારા 1 લાખ રૂપિયાનું ઇનામ થી દાહોદ એલસીબીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે તેમના કાર્યકાળ દરમિયાન ધાડ, લૂંટ,મર્ડર, છેતરપિંડી, ઘરફોડ ચોરી જેવા સંખ્યાબંધ કેસોનો ભેદ ઉકેલી આરોપીઓને પાંજરે પુરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. જ્યારે પાટણ ખાતે બદલી થયેલા એમ કે ચૌધરી દાહોદ જિલ્લાના દે. બારીયા લીમખેડા ઉપરાંત દાહોદ સીપીઆઇ તરીકે સારી કામગીરી કરી જિલ્લામાંથી વિદાય લઈ રહ્યા છે.

Share This Article