ઈરફાન મકરાણી :- દે. બારીયા
દે.બારિયા તાલુકાના પીપલોદમાં ધમધમતા જુગારધામ ઉપર સ્થાનિક પોલીસના દરોડા:6 શકુનીઓ ઝડપાયા.
દેવગઢ બારીયા જુગાર ધામનુ એ.પી સેન્ટર હોવાની ચર્ચાઓ..
આ જુગાર ધામનું ચલાવનાર સંચાલક કોણ.? ચર્ચાતો સવાલ.!!
આ જુગારધામ ઉપર પંચમહાલ મહીસાગર દાહોદ તેમજ આણંદ છોટાઉદેપુરના અનેક જુગારીઓ જુગાર રમવા આવતા હોવાની ચર્ચાઓ..
બારીયા તા.23
દેવગઢબારિયા તાલુકાના પીપલોદ ગામે જુગારધામ ઉપર પોલીસે રેડ કરતા છ જુગારી સહિત પોલીસે મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારિયા તાલુકાના પીપલોદ તેમજ દેવગઢ બારીયાના કાપડી વિસ્તારએ જુગાર ધામનું એપી સેન્ટર ગણાય છે.અહીં બારેમાસ જુગાર ચાલતો હોય તેમ આ જુગારધામ ઉપર નડિયાદ આણંદ પંચમહાલ મહીસાગર છોટાઉદેપુર તેમજ દાહોદ જિલ્લાના અનેક જુગારીઓ જુગાર રમવા આવતા જોરશોરથી ઉઠવા પામી છે.ત્યારે આ જુગારધામ ઉપર જિલ્લા એલસીબીથી લઈ સ્ટેટ વિજિલન્સ પોલીસ દ્વારા પણ અવારનવાર રેડ કરવામાં આવી છે. ત્યારે ગતરોજ પીપલોદ ગામના દેવગઢબારિયા રોડ ઉપર આવેલા તળાવ પાસે ખુલ્લામાં જુગારધામ ચાલતું હોવાની બાતમી પીપલોદ પોલીસને મળતા પીપલોદ પોલીસ મથકના પીએસઆઇ જીબી પરમાર તેમજ સ્ટાફના માણસો દ્વારા આ જુગારધામ ઉપર રેડ કરતા જુગાર રમી રહેલા જુગારીઓ પોલીસને જોઈ નાશભાગ કરે તે પહેલા જ પોલીસે તેમને દબોચી લીધા હતા ત્યારે પોલીસે છ જેટલા ઈશમને ઝડપી પાડી તેમનું નામ ઠામ પૂછતા જેમાં જાવેદ અબ્દુલ લતીફ ચૌહાણ.,સેજાદ હુસેન પઠાણ,સરફરાજ કરીમ ચૌહાણ,મુસ્તકીમ અબ્દુલ ચૌહાણ,અશોક કાંતિલાલ શેઠ,ઇમરાન ખાન,મહેબુબ ખાન પઠાણ તમામ રહે પીપલોદ બજાર તાલુકો દેવગઢ બારીયા જિલ્લો દાહોદના જે પાના પત્તાનો જુગાર રમતા હતા તે દાવ ઉપરથી પત્તા પાનાની કેટ ૩૨૪૦ તેમજ અંગ ઝડતી કરતા ૭૬૪૦ મળી કુળ ૧૦.૮૮૦ રૂપિયાનો મુદ્દામાલ પીપલોદ પોલીસે ઝડપી પાડી તમામ જુગારીઓને જેલની પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.
દેવગઢબારિયા તેમજ પીપલોદ જુગાર ધામનો એપી સેન્ટર હોવાની ચર્ચાઓ:
પીપલોદ અને દેવગઢ બારીઆ જુગાર ધામ નુ એપી સેન્ટર ગણાય છે અહીં પંચમહાલ ,મહીસાગર ,દાહોદ તેમજ આણંદ ,છોટાઉદેપુર જિલ્લાના અનેક જુગારીઓ જુગાર રમવા આવતા હોવાની ચર્ચાઓ જોરસોર થી ઉઠવા પામી છે.ત્યારે પીપલોદમાં બારીઆ રોડ ઉપર તો દેવગઢ બારીઆમાં કાપડી અને ઉધાવલા વિસ્તારમાં જુગારધામ બારેમાસ ધમધમતો હોવાનો કહેવાઈ રહ્યો છે ત્યારે આ જુગાર ધામ ઉપર પોલીસ દ્વારા ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે હાલ ચર્ચાનો વિષય બની જવા પામેલ છે.