Thursday, 26/12/2024
Dark Mode

દે.બારિયામાં શુક્રવારી પ્લોટમાં હોકર્સ ઝોનની કામગીરી શરૂ કરાઇ..

September 6, 2022
        1977
દે.બારિયામાં શુક્રવારી પ્લોટમાં હોકર્સ ઝોનની કામગીરી શરૂ કરાઇ..

 ઈરફાન મકરાણી :- દેં. બારીયા 

દેવગઢ બારિયામાં શુક્રવારી પ્લોટમાં હોકર્સ ઝોનની કામગીરી શરૂ કરાઇ

 દેં. બારીયા તા.06

દેવગઢબારિયામાં શુક્રવારી પ્લોટમાં હાટ બજાર વર્ષોથી પરંપરાગત રીતે ભરાય છે. આ હાટ બજારમાં કેટલાય વેપારીઓ દ્વારા રોજી મેળવવા માટે લારી-ગલ્લા અને અન ઈવન શેડ બનાવી વેપાર ધંધો કરવામાં આવે છે. આ વેપારીઓ માટે સુવ્યવસ્થિત નિશ્ચિત ફોલ્ડિંગ હોકર ઝોન

દે.બારિયામાં શુક્રવારી પ્લોટમાં હોકર્સ ઝોનની કામગીરી શરૂ કરાઇ..

બનાવવાની કામગીરી નગરપાલિકા દ્વારા ૧ કરોડ 15 લાખના ખર્ચે નવીન થનાર છે. જેનું ખાતમુહૂર્ત આજ રોજ નગરપાલિકા પ્રમુખ ડો.ચાર્મી નીલ સોનીએ કર્યું હતું. આ પ્રસંગે ચીફ ઓફિસર એમ.એલ. વણકર નગરપાલિકા કાઉન્સિલર ઇકબાલ પટેલ, ઇજનેર ભાવિન પરમાર, કેતન રાવલ, કુંજન બામણ, દિનેશ ભરવાડ અનુરાજ પુવાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શુક્રવારી પ્લોટમાં પ્રસ્તાવિત હોકર્સ ઝોનમાં રોડ પર બેસતા વેપારીઓ અને અંદર માર્કેટમાં બેસતા વેપારીઓ માટે રોડ રસ્તા નીચે આરસીસીની વ્યવસ્થા અને ઉપર શેડની વ્યવસ્થા સાથે ફોલ્ડીંગ શેડ બનાવીને નગરપાલિકા દ્વારા આપવામાં આવશે.

જોકે આ ખાતમુહૂર્ત બાદ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે આ વિકાસનું કામ છે અને વિકાસનું કામ અવિરત પણે ચાલતું રહેશે. જેનાથી દેવગઢબારિયાના ૨૦૦થી વધુ વેપારીઓને આ શુક્રવારીમાં સ્થાન મળશે. જેથી આ કામગીરી કોઈપણ સંજોગોમાં અટકે નહીં આમ આદમી પાર્ટીના દ્વારા આરટીઆઈ મુજબ પણ માહિતી મંગાવી છે. જે માહિતી પણ નગરપાલિકા નિયમો મુજબ દ્વારા આપવામાં આવશે. દર વર્ષે શુક્રવારી પ્લોટમાં પરંપરાગત રીતે ભરાતા દશેરાના મેળા માટે વેપારીઓએ આ જગ્યા ખાલી કરી આપવાની રહેશે અને ત્યાં દશેરાનો મેળો ભરાશે. આમ નગરમાં શુક્રવારી પ્લોટમાં સુવ્યવસ્થિત ઝોન બનશે. જેનાથી વેપાર-ધંધો પણ વધશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!