વીજ વિભાગને જાણ કર્યા વગર પુરવઠો બંધ કરી નડતો વાયર છૂટો પણ કર્યો
સાલિયામાં વીજ વાયર જોડવા ચઢેલા યુવકનું કરંટ લાગતાં થાંભલે જ મોત
ઇલેક્ટ્રિશિયન પિતાની નજર સામે પુત્રે શ્વાસ છોડ્યો, વેપારી કામ માટે લાવ્યો હતો..
દાહોદ તા.26
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સાલિયા ગામે વૃક્ષો કાપવાના હોવાથી તેને નડતર રૂપ વીજ વાયર એમજીવીસીએલને જાણ કર્યા વગર ખોલ્યા બાદ વૃક્ષ કાપી લીધા બાદ તેને જોડવા જતાં યુવકને કરંટ લાગ્યો હતો. કરંટનો ઝાટકો એટલો જોરદાર હતો કે યુવકનું થાંભલે જ મોત થઇ ગયું અને તે ઉપર જ લટકી ગયો હતો. આ ઘટના પગલે ભારે દોડધામ મચી ગઇ હતી. ગંભીર બનાવ અંગે પીપલોદ પોલીસે પોતાની નજર સામે જ પુત્ર ગુમાવનાર પિતાની જાહેરાતના આધારે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરીને કાયદેસરના કાગળો કર્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર સાલિયા ગામના કોધ ફળિયામાં રહેતાં એક પરિવારે પોતાના સહિયારા બે આંબા અને ચાર નીલગીરીના વૃક્ષ પીપલોદ ગામના વેપારીને વેચ્યા હતાં. આંબાના વૃક્ષ પાસે જ વીજ થાંભલો હોવાથી વીજ વાયર આંબો કાપવામાં નડી રહ્યો હતો. જેથી ઝાડ વેચાતા રાખનાર વેપારી ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતાં પીપલોદ ગામના માતાના વડ ફળિયામાંરહેતાં બળવંતભાઇ રયજીભાઇ બારિયા અને તેમના પૂત્ર પ્રગ્નેશ બારિયાને ગેરકાયદેસર રીતે વીજ વાયર દૂર કરવા માટે લઇ ગયો હતો. બળવંતભાઇએ આ કામગીરી પોતાના પૂત્ર પ્રગ્નેશને સોંપી હતી. જેથી વીજ પુરવઠો બંધ કરીને પ્રગ્નેશે આંબાને નડતો વીજ વાયર ખોલીને એક તરફ કરી દીધો હતો ત્યાર બાદ તમામ વૃક્ષો કાપી નખાયા હતાં. વૃક્ષ કાપવાની કામગીરી પૂર્ણ થયા બાદ વીજ વાયર પુનઃ જોડવાનો વારો આવતાં પ્રગ્નેશ પુનઃ થાંભેલે ચઢ્યો હતો અને કામ કરી રહ્યો હતો તે વખતે જ તેને કરંટનો જોરદાર ઝાટકો લાગ્યો હતો. પ્રગ્નેશનું તેના ઇલેક્ટ્રિશિયન પિતા બળવંતભાઇની નજર સામે જ કરંટને કારણે થાંભલા ઉપર જ મોત થઇ ગયુ હતું. પ્રગ્નેશનો મૃતદેહ થાંભલા ઉપર જ લટકતો હોવાથી ગામમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. બનાવની જાણ થતાં એમજીવીસીએલના અગ્રણી અને પોલીસ પણ સાલિયા ધસી ગઇ હતી. આ બનાવ અંગે પિતા બળવંતભાઇની જાહેરાતના આધારે પીપલોદ પોલીસે પ્રગ્નેશના મોત અંગે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરીને કાયદેસરના કાગળો કર્યા હતાં.બળવંતભાઇ રયજીભાઇ બારિયા અને તેમના પૂત્ર પ્રગ્નેશ બારિયાને ગેરકાયદેસર રીતે વીજ વાયર દૂર કરવા માટે લઇ ગયો હતો. બળવંતભાઇએ આ કામગીરી પોતાના પૂત્ર પ્રગ્નેશને સોંપી હતી. જેથી વીજ પુરવઠો બંધ કરીને પ્રગ્નેશે આંબાને નડતો વીજ વાયર ખોલીને એક તરફ કરી દીધો હતો ત્યાર બાદ તમામ વૃક્ષો કાપી નખાયા હતાં. વૃક્ષ કાપવાની કામગીરી પૂર્ણ થયા બાદ વીજ વાયર પુનઃ જોડવાનો વારો આવતાં પ્રગ્નેશ પુનઃ થાંભેલે ચઢ્યો હતો અને કામ કરી રહ્યો હતો તે વખતે જ તેને કરંટનો જોરદાર ઝાટકો લાગ્યો હતો. પ્રગ્નેશનું તેના ઇલેક્ટ્રિશિયન પિતા બળવંતભાઇની નજર સામે જ કરંટને કારણે થાંભલા ઉપર જ મોત થઇ ગયુ હતું. પ્રગ્નેશનો મૃતદેહ થાંભલા ઉપર જ લટકતો હોવાથી ગામમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. બનાવની જાણ થતાં એમજીવીસીએલના અગ્રણી અને પોલીસ પણ સાલિયા ધસી ગઇ હતી. આ બનાવ અંગે પિતા બળવંતભાઇની જાહેરાતના આધારે પીપલોદ પોલીસે પ્રગ્નેશના મોત અંગે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરીને કાયદેસરના કાગળો કર્યા હતાં.
કોઇકે અજાણતામાં ફ્યુઝ નાખી દેતાં કરંટ લાગવાની મોતની ઘટેલી ઘટના
વીજ વાયર કાપવા માટે નજીકમાં આવેલી ડીપી પાસે આવેલો ફ્યુઝ કાઢી નાખી વાયર દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. ફ્યુઝ કાઢી નાખતાં ગામમાં લાઇટ જતી રહી હતી. પ્રગ્નેશ વીજ વાયર જોડવા ચઢ્યો હતો તે સમયે જ કોઈકે નીકળેલો ફ્યુઝ અજાણતામાં જ પાછો નાખી દેતાં તેને કરંટ લાગ્યો હોવાની ચર્ચાઓ સાંભળવા મળી છે.
વીજ વાયર તૂટતાં આવું કર્યાની ચર્ચાઓ
આંબો કાપવાની કામગીરી શરૂ કરાતા વીજ વાયર તૂટવાના કિસ્સામાં વિસ્તારની વીજળી ડૂલ થતાં ઘરધણીને ઠપકો સાંભળવો પડે તેમ હતું અને વીજ વાયર તૂટી જાય તો એમજીવીસીએલ પણ તપાસ કરે તે સહિતના કારણો હતાં. જેથી વેચાતા લીધેલા વૃક્ષ કાપી જવા વેપારીએ વચગાળાનો રસ્તો કાઢતાં એક નવલોહિયાને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાની ચર્ચાઓ ચાલી હતી.