દેવગઢ બારીયાના કાપડીમાં પોલીસ ઉપર પથ્થરમારો:એ એસ.આઈ ઘાયલ, પોલીસની સરકારી ગાડીને નુકસાન.
ગૌ માંસ અને પશુ પકડીને આવતી વેળા ઘટના બની:ફાયરિંગની અફવા,પણ કોઈ પુષ્ટિ નહીં.
દાહોદ તા.22
દે.બારીયા નગરના કાપડી વિસ્તારમાંથી માંસ અને પશુધન પકડીને આવતી પોલીસ ઉપર ટોળાએ પથ્થરમારો કરાયો.આ ઘટનામાં એક એએસઆઈને પથ્થર વાગતાં ઈજા થઈ હતી. ઘટના પગલે મોટો પોલીસ કાફલો કાપડી વિસ્તારમાં ખડકાયો હતો.
દેવગઢ બારીયા નગરના કાપડી વિસ્તારમાં એક ઘરમાં ગૌમાંસ કપાતું હોવાની બાતમી પોલીસનેમળી હતી. તેના આધારે સાંજે પોલીસે બાતની વાળી જગ્યાએ છાપો માર્યો હતો.તલાસી દરમિયાન પોલીસને એક ઘરમાંથી પાંચેક કિલોમાસનો જથ્થો અને માસ કાપવાના સાધનો મળી આવ્યા હતાં. પોલીસને ત્યાંથી 3 પશુઓ પણ બાંધેલા મળ્યા હતાં. પોલીસ માસનો જથ્થો અને 3 પશુને લઈ પોલીસ મથકે આવી રહી હતી. તે વખતે ભેગા થયેલા ટોળાએ પશુ છોડાવવા માટે પોલીસ જીપ પર પથ્થરમારો કર્યો હતો. જોકે પોલીસે પ્રતિકારનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફ્ળ રહી હતી. આ પથ્થરમારામાં એએસઆઇ ના માથામાં ઇજા 1 થઈ હતી. પોલીસ જીપને પણ “ નુકસાન થયુ હતું. પોલીસ પર હુમલાની ઘટનાની જાણ થતા મોટો પોલીસ કાફલો કાપડી વિસ્તારમાં ખડકાઈ ગયો હતો. ફાયરિંગ પણ થયું હોવાની અફવા ફેલાઈ હતી. જોકે તેને કોઈ પુષ્ટિ મળી ન હતી. બનાવની જાણ થતાં આસપાસના પોલીસ મથકની પોલીસ પણ બારીયા પહોંચી ગઈ હતી. સમાચાર લખાયા સુધી કાપડી વિસ્તારમાં આરોપીઓને પકડવા માટે પોલીસે કોમ્બિંગ કરવા સાથે આ બનાવમાં ટોળાં સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.