દેવગઢ બારિયામાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા થી નાસભાગ: પાંચ જુગારીયા ઝડપાયા, ત્રણ ફરાર
દે.બારિયા તા.૨૨
દેવગઢ બારીયા તાલુકામાં ધમધમતા જુગાર ધામ પર સ્થાનિક પોલીસે દરોડો પાડતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા જેમાં પોલીસે પાંચ જેટલા જુગારીયાઓને 1740 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી જેલભેગો કર્યો છે. જ્યારે ત્રણ જુગારીઓ પોલીસને ચકમો આપી ભાગી છુટવામાં સફળ રહ્યા છે.
દેવગઢ બારીયા તાલુકાના નાયકવાડા ગામના મુકેશ અમરસિંહ નાયક, સોબત શુક્લાભાઈ નાયક, રાજેશ ભુપત નાયક, તથા ઘાટી ફળિયાના કુકા સુરસિંહ નાયક,અર્જુન નરવત નાયક,સુરેશ રામુ નાયક,પ્રહલાદ નરવત નાયક તથા નરેન્દ્ર નરેશ કાળુ પ્રજાપતિ ભેગા મળી ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહ્યા હતા તે સમયે પીપલોદ પોલીસે ધરોડો પાડતા જુગારીઓમાં નાશ ભાગના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં પોલીસે મુકેશ નાયક,નરેન્દ્ર પ્રજાપતિ,શોબત નાયક,કુકા નાયક તેમજ રાજેશ નાયકને 1740 રૂપિયાના મુદ્દા માલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે અન્ય ત્રણ જુગારીયાઓ પોલીસને ચકમો આપવામાં સફળ રહેતા પોલીસે ઉપરોક્ત આઠેય જુગારીયા વિરુદ્ધ જુગાર ધારા અંતર્ગત ગુનો દાખલ કર્યો છે.