જાબીર શુક્લા :- પીપલોદ
દે.બારીયા તાલુકાના જુના બારીયા ગામે ઘાસ ભરેલા ટ્રકમાં આગ લાગી,લાખોનું નુકશાન, સદભાગ્યે કોઈ જાનહાનિ નહિ…
પીપલોદ તા.26
દેવગઢ બારિયા તાલુકાના જુના બારિયા ગામે હાઈવે રોડ પર વાહ ભરેલા ટ્રકમાં અકસ્માતે આગ ફાટી નીકળી હતી આ આગના બનાવમાં ઘાસ ભરેલો ટ્રક બળીને રાખ થઈ ગયું હતું. જોકે આ બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે.
મળતી માહિતી પ્રમાણે દેવગઢ બારિયા તાલુકાના જુના બારિયા ગામે હાઈવે પર ઘાસ બંને આવી રહેલા જીજે-09-એક્સ-8626 નંબરના ટ્રકમાં એકાએક આગ ફાટી નીકળતા આગની લપટોમાં સ્વાહા થઇ ગયો હતો. જોકે આ બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી.જયારે સમાચાર લખાય છે ત્યાં સુધી સમગ્ર બનાવમાં ટ્રકના માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયાનું જાણવા મળે છે.