ફતેપુરા પોલીસ દ્વારા અનોખી પહેલ માસ્ક ન પહેરનારને માસ્ક આપી સમજાવ્યા
ફતેપુરા પીએસઆઇ સી બી બરંડા દ્વારા માસ્ક ના પહેરતા લોકોને દંડ કરવાને બદલે માસ્ક આપી સમજાવ્યા
ફતેપુરા નગરમાં કોરોના મહામારી થી બચવા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું
ફતેપુરા તા.24
ફતેપુરા નગરમાં કોરોના કેસ એકલ દોકલ જોવા મળી રહ્યા છે.ત્યારે લોકો વધુ સાવચેત રહે અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે તે માટે આજરોજ ફતેપુરા પોલીસ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી. ફતેપુરા પી.એસ.આઇ સી.બી બરંડા તથા પોલીસ સ્ટાફ દ્વારા ફતેપુરા નગરમાં માસ્ક વગર ફરતા લોકોને દંડની પહોંચ આપવાને બદલે માસ્ક આપી કોરોના મહામારીથી બચવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.પોલીસની સરહાની કામગીરી લોકોએ પણ આવકારી હતી.અને દરેક લોકો માસ પહેરેલા નજરે પડેલા હતા પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળ સધાય રહે તે માટે અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કોરોના મહામારી થી બચવા માટે માસ્ક પહેરવા તેમજ હાથને વારંવાર સેનેટાઈઝર કરવું અને દો ગજ કી દુરી નુ ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસ નગરના વિવિધ વિસ્તારમાં ફરીને લોકોને સમજાવી ને અપીલ કરી હતી.