કપિલ સાધુ :- સંજેલી
-
સંજેલી તાલુકામાં કોરોના સંક્રમણ ને નાથવા આરોગ્ય વિભાગે કમર કસી
-
સંજયનગરમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરાઈ
-
સંજયનગરમાં 13 ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ
-
આરોગ્ય વિભાગની ટીમે 769 ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ.
-
શંકાસ્પદ કેસોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા
સંજેલી તા.23
સંજેલી નગરમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સંજેલી માં ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી ગતરોજ સંજેલીના એક વિસ્તારમાં કોરોના પોઝિટિવ 2 કેસ નોંધાયા હતા.જેને લઇને આરોગ્ય અધિકારીની સૂચનાથી સંજેલીના અલગ અલગ વિસ્તારોમાં 13 ટીમો બનાવી સંપૂર્ણ સંજેલી વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યું હતું.જેમાં 769 ઘરનું ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યું હતું.તેમજ કન્ટેન્મેન્ટ વિસ્તાર અને અન્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા શંકાજનક કેસ જણાતા તેવા વ્યક્તિઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જેમાં બીજા ત્રણ વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.ત્યારે પોઝિટિવ આવેલી વ્યક્તિને સારવાર અર્થે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ખસેડવામાં આવ્યા હતા તેમજ કોરોના સંક્રમણનો ફેલાવો ના થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી