દે.બારીયાના યુવાનની શર્મનાક કરતુત:21 વર્ષીય યુવતીના અશ્લીલ ફોટા તેમજ લખાણ શોશ્યલ મીડિયામાં કર્યા વાયરલ….

Editor Dahod Live
1 Min Read

  રાહુલ મહેતા :- દે. બારીયા 

દે.બારીયા તાલુકાના કેળકુવા ગામની ઘટના

યુવાને છોકરીના ફોટા તથા લખાણ વોટ્‌સઅપ પર વાયરલ કર્યા

ફોટો તેમજ લખાણ કરનાર માનસિક વિકૃતિ ધરાવતો હોવાની આશંકા 

યુવતીના પિતાએ પોલિસ ફરિયાદ નોંધાઈ 

દાહોદ, તા.૧૩

દે.બારીયા તાલુકાના કેળકુવા ગામના યુવકે તેના જ ગામની ર૧ વર્ષીય યુવતીના ફોટા તથા લખાણ તેના મોબાઈલના વોટ્‌સએપથી વાયરલ કરી તથા મોબાઈલથી તે યુવતીના ઘરવાળાઓને ફોન કરી જાનથી મારી નાખવાની ધાકધમકી આપ્યાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુાસર દે.બારીયા તાલુકાના કેળકુવા ગામના નરેશભાઈ પર્વતભાઈ બારીયાએ ગત તા.૧૦.૩.ર૦ર૧ના રોજ સવારમા નવેક વાગ્યાના સુમારે દેવગઢ બારીયા તાલુકામાં રહેતી એક ર૧ વર્ષીય યુવતીના અશ્લીલ ફોટા તથા લખાણ તેના મોબાઈલથી વોટ્‌સઅપથી વાયરલ કર્યા હતા તથા મોબાઈલથી ફોન કરી પારૂલબેનના ઘરવાળાઓને જાનથી મારી નાખવાની ધાકધમકીઓ આપી હતી.

આ સંબંધે યુવતીના વાલી વારસ દ્વારા દેવગઢ બારીયા પોલીસ મથક ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

———————–

Share This Article