Thursday, 26/12/2024
Dark Mode

સીંગવડ:તાલુકા તેમજ જિલ્લા પંચાયતના ઉમેદવારોને પોલિસ દ્વારા માર્ગદર્શન તેમજ સૂચનો આપવામાં આવ્યા

સીંગવડ:તાલુકા તેમજ જિલ્લા પંચાયતના ઉમેદવારોને પોલિસ દ્વારા માર્ગદર્શન તેમજ સૂચનો આપવામાં આવ્યા

 કલ્પેશ શાહ :- સીંગવડ 

સિંગવડ તાલુકાના રણધીકપુર પોલીસ દ્વારા આગામી જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચુંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

સીંગવડ તા.18

સિંગવડ તાલુકા માં રણધીકપુર પોલીસ દ્વારા આગામી 3 જિલ્લા પંચાયત તથા 17 તાલુકા પંચાયતની ચુંટણીને ધ્યાનમાં રાખીને રણધીકપુર પોલીસ સ્ટેશનમાં લીમખેડા નાયબ પોલીસ અધિક્ષકશ્રી લીમખેડા વિભાગ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તથા રંધીપુર પીએસઆઇ દ્વારા આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા તથા તાલુકા પંચાયતના બધા જ પાર્ટીઓના ઉમેદવારોના એક મિટિંગનો યોજવામાં આવી હતી.તેમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી લીમખેડા દ્વારા ચૂંટણીમાં ઉમેદવારોને યોગ્ય માહિતી આપવામાં આવી તથા ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર દ્વારા કે તેમના કાર્યકર્તાઓ દ્વારા કોઈપણ જાતના ઝઘડા નહીં થાય તેને ધ્યાન રાખવા જણાવ્યું જો ચૂંટણીમાં કોઇપણ જાતના કોઈપણ પક્ષ દ્વારા ઝઘડો કે મારામારી નો બનાવ બનાવમાં આવશે. તો તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેથી તેમને બધા જ પાર્ટીના ઉમેદવારોને શાંતિથી ચૂંટણી લડવા તથા કોઇપણ જાતના ઝઘડા નહીં કરવા માટે જણાવ્યું હતું..

error: Content is protected !!