શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના ભીટોડી ગામનો અપહરણનો ગુનો નાસતા ફરતા આરોપીને ફતેપુરા પોલીસે પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધેલ છે,આરોપી છેલ્લા એક વર્ષથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો હતો,ખાનગી બાતમીના આધારે તાપી જિલ્લામાંથી આરોપીને પકડી પડવામાં પોલીસને મળેલી સફળતા
ફતેપુરા તા.14
ફતેપુરા તાલુકાનું ભીટોડી ગામનો રહેવાથી અને છેલ્લા એક વર્ષથી અપહરણનાના કેસમાં નાસતો ફરતો આરોપીને ફતેપુરા પોલીસે પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધેલ છે.ફતેપુરા પોલીસ સ્ટેશન માંથી મળતી માહિતી અનુસાર ગોધરા રેન્જ ડી.આઈ.જી .એમ એસ ભરડા દાહોદ જિલ્લાના ડી.એસ.પી. હિતેશભાઈ જોયસર ડી.વાય.એસ.પી. ઝાલોદ જાદવ તેમજ c.p.i .ઝાલોદ એમ.જી. ડામોરના સુચના અને માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા ફતેપુરા પી.એસ.આઇ સી.બી. બરંડા એ.એસ.આઇ કહે સ ભાઈ ગુલસીંગ ભાઈ તથા મહેશભાઈ પ્રતાપભાઈ વગેરે પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા તે દરમિયાન ખાનગી બાતમીદાર થી બાતમી મળી હતી કે અપહરણ પોક્સો એક્ટ કલમ ૮ નો આરોપી કિરણભાઈ નીનામા રહેવાસી ભીટોડી તાલુકો ફતેપુરા નો ભોગ બનનાર સાથે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ખામબલા ગામે બગીચામાં મજૂરી કામ કરતો હોવા ની બાતમીના આધારે અપહરણ આરોપી કિરણ ભાઈ નિનામા ને તથા ભોગ બનનારને બાતમી વાળી જગ્યા પછી પકડી પાડી આરોનેજેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવેલ છે.