Tuesday, 01/07/2025
Dark Mode

ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં તલાટીઓને ચૂંટણીના જાહેરનામાની કોપીનું વિતરણ કરાયું

ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં તલાટીઓને ચૂંટણીના જાહેરનામાની કોપીનું વિતરણ કરાયું

વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા 

ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં તલાટીઓને ચૂંટણીના જાહેરનામાની કોપી નું વિતરણ કરવામાં આવી

ફતેપુરા તા.08

ફતેપુરા તાલુકામાં તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે આજરોજ ફતેપુરા તાલુકાની મામલતદાર કચેરીના સભાખંડમાં ફતેપુરા તાલુકાના તલાટી કમ મંત્રીઓને ચૂંટણીના જાહેરનામા ની કોપી નું વિતરણ કરવામાં આવ્યું હતું ફતેપુરા તાલુકા પંચાયત ની સીટો નું અને જિલ્લા પંચાયત સીટોનું આજ રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં ફતેપુરા તાલુકા પંચાયતની 28 સીટો તેમજ ફતેપુરા તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા પંચાયતની 6 સીટો માટેનું જાહેરનામું આજરોજ મામલતદાર સાહેબ હસ્તે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જાહેરનામું વિતરણ કરવાની કૉપી તલાટી કમ મંત્રીઓને સોપવા આવી હતી.

error: Content is protected !!