સીંગવડ તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા બીજા તબક્કાનું રસીકરણ કરવામાં આવ્યું:પંથકમાં 35 ફ્રેન્ટલાઇન ફ્રન્ટલાઈન વોરિયર્સ રસી મુકાવી

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ શાહ :- સીંગવડ 

સીંગવડ તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા બીજા તબક્કાનું રસીકરણ કરવામાં આવ્યું

સીંગવડ તા.01

સીંગવડ તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના મહામારી નાથવા માટે સીંગવડ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા પંચાયત સ્ટાફ મામલાદાર સ્ટાફ તથા પોલીસ સ્ટાફ નું રસીકરણ કરવામાં આવ્યું હતું.જ્યારે હાલમાં પણ પ્રવર્તમાન પરિસ્થિતિમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ બાદ બીજા તબક્કાનું રસીકરણ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા સિંગવડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સી એમ મછાર ના માર્ગદર્શન હેઠળ ડોક્ટર મહેશ્વરી તથા ડોક્ટર હિતેશ પટેલ ની આરોગ્ય ટીમ દ્વારા સિંગવડ તાલુકા વિકાસ અધિકારી આર કે મકવાણા ને રસીકરણ કરી અભિયાનની શરૂઆત કરવામાં આવી તેમાં પંચાયત વિભાગના ૯ જેટલા કર્મચારી તથા મામલતદાર ઓફિસના વિવિધ નાયબ મામલતદારશ્રીઓ સહિત ૮ જેટલા કર્મચારીઓ તથા રણધીકપુર પોલીસ સ્ટેશન ૧૮ જેટલા પોલીસ કર્મચારીઓનો તબક્કાવાર રસીકરણ કરવામાં આવ્યું કામ કુલ ૩૫ જેટલા અધિકારીઓ નું રસીકરણ કરવામાં આવ્યું હતું.જે પૈકી કોઈપણ પ્રકારની કોઈપણ અધિકારીઓને આડઅસર જોવા મળી નથી થતા અગાઉના દિવસોમાં બાકી રહેલા કર્મચારીઓને રસીકરણ કરવામાં આવશે

Share This Article