જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ, તા.ર૧
દાહોદ જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને દાહોદ જીલ્લા શિક્ષણ સમિતિ પ્રેરિત દે.બારીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના આહવાનને ધ્યાનમાં રાખી દે.બારીયા, લીમખેડા અને ધાનપુર તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા તા.ર૧.૧.ર૦ર૧ના રોજ સ્વાગત સરદારસિંહ હાઈસ્કુલમા, ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પીટલ બ્લડ સેન્ટર દાહોદના સંયુક્ત સાહસથી પ૧ યુનિટ જેવુ માતબર મહામુલુ રક્તદાન પ્રાથમિક શિક્ષકો દ્વારા જરૂરતમંદ માણસો માટે નિસ્વાર્થ સ્વરૂપે રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં સમગ્ર દાહોદ જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, મંત્રી અને સંગઠનના હોદ્દેદારો દ્વારા રક્તદાન કરનાર શિક્ષકોને પ્રેરણા આપી અને શિક્ષકોનું મનોબળ વધારવાનું ઉત્તમ કાર્ય કર્યું હતુ. આ કાર્યક્રમમાં જીલ્લા શિક્ષણ સમિતિ, તાલુકા શિક્ષક સમિતિ, બીઆરસી – સીઆરસી તમામ શિક્ષક ભાઈ – બહેનોનો અથાગ પ્રયત્ન સફળ રહ્યો હતો જેના ફળસ્વરૂપે આજના રક્તદાન કેમ્પમાં પ૧ યુનિટ બ્લડ ઝાયડસ બ્લડ સેન્ટરને પ્રાથમિક શિક્ષકો દ્વારા દાન કરી સમર્પિત કર્યું હતુ. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દે.બારીયા તાલુકા ઘટક સંઘ અને બીઆરસી દ્વારા ખુ જ સારૂં આયોજન કરવામાં આવ્યું હતું.
દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને શિક્ષણ સમિતિ દાહોદ ના સંયુક્ત ઉપક્રમે લીમખેડા ,ધાનપુર અને દેવગઢ બારીયા ત્રણ તાલુકાનાત્રીજા તબક્કાના રક્તદાન કેમ્પમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સી.મંત્રી ,દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ હોદ્દેદારઓ ત્રણ તાલુકાના ટી.પી.ઈ.ઓ અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ ત્રણેય તાલુકાના બી.આર.સી,સી.આર.સી ઓ,એચટાટ મિત્રો ,પે.સેન્ટરના આચાર્યો ,ઘટક સંઘના પ્રમુખ મંત્રી તથા સરદારસિંહ બારીયા હોમગાર્ડ કમાન્ડટ ઝાયડ્સ હોસ્પિટલ દાહોદ ના તમામ ડોક્ટર અને સ્ટાફ ગણ તથા રક્તદાન કરનાર શિક્ષક ભાઈ – બહેનો અને ખાસ દેવગઢ બારિયા પ્રાથમિક શિક્ષક સંઘ ના સહિયારા પ્રયત્નોથી એક માનવ સેવા નું કાર્ય એક માનવ સેવા યજ્ઞ કરી આપ સૌ એ અહોભાગ્ય પ્રાપ્ત કરવા બદલ દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પરિવારે સૌ કોઈનો આભાર માન્યો હતો.આ કાર્યક્રમમાં ઝાયડસ હોસ્પિટલના સી.ઓ.ઓ. ડો.સંજય કુમાર, ડીન સી.બી.ટ્રીપાઠી, જનરલ મેનેજર પ્રકાશ પટેલ, એડમીન વિશાલ પટેલ, મેડીકલ સુપ્રિન્ટેડેન્ટેડ ડો.ભરત હઠિલા પેથોલોજીસ્ટ ડો.કલ્પેશ વાહલેલા, ડો.સાઈરસ જાેખી વિગેરે હાજર રહ્યાં હતાં.