પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખને લઈ અનેક વાર રાજકારણ ગરમાવ્યું છે.ત્યારે હાલમાં પાલિકા પ્રમુખના બીજા ટર્મમાં સામાન્ય મહિલા નુ રોસ્ટર હોવાથી કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા અને કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાયેલા દક્ષાબેન નાથાણીને પ્રમુખ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને મેન્ડેટ આપવામાં આવ્યો હતો.ત્યારે પાલિકા પ્રમુખની ચૂંટણીમાં માજી પ્રમુખ ડો ચાર્મી સોની દ્વારા પાર્ટીના મેન્ડેટની વિરુદ્ધ થઈ બળવો કરતા ચૂંટણી અધિકારીને ચૂંટણી કરવાની ફરજ પડી હતી.ત્યારે આ ચૂંટણીમાં બંને પક્ષે સભ્યો બરાબર થતા આખરે ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી અને તેમાં દક્ષાબેન નાથાણીની ચીઠી નીકળતા તેઓને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.અને દક્ષાબેન નાથાણી પાલિકા પ્રમુખ તરીકેની કમાન સંભાળી હતી.ત્યારે તેઓના પ્રમુખ પદના પાંચ માસના ટૂંકા સમયગાળામાં પાલિકાના માજી પ્રમુખ સહિત અન્ય ૧૧ સભ્યો મળી કુલ ૧૨ સભ્ય એ આ પાલિકા પ્રમુખની કામગીરી સામે વિરોધ નોંધાવી દસ જેટલા અલગ અલગ મુદ્દા જેવાકે પાલિકાના પ્રમુખના પતિ દ્વારા થતો પાલિકાનો વહીવટ. ચાર માસથી લાઈટ બિલ નું ચુકવણું નથી કર્યું.. પાલિકાની આવક કરતાં જાવક વધી હોય તેમ. પાણી અને સફાઈ ની સમસ્યા. સ્મશાનમાં પાણી સફાઇ તેમજ લાકડાની અછત. નગરમાં ટાવરની ઘડિયાળ બંધ હોવા જેવા દસ મુદ્દાને લઇ અવિશ્વાસની દરખાસ્ત તૈયાર કરી ભાજપ તેમજ કોંગ્રેસના ૧૨ સભ્યોની સહી કરી સ્પીડ પોસ્ટ દ્વારા આજરોજ પાલિકામાં મોકલી આપતા પાલિકામાં ખળભળાટ મચી જવા પામેલ છે ત્યારે દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન નાથાણી ને ભારતીય જનતા પાર્ટીના ટેકા દ્વારા પ્રમુખ બનાવવામાં આવ્યા હોય અને હાલ દેશ તેમજ રાજ્ય શહીત જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તેમાં આ અવિશ્વાસની દરખાસ્ત મૂકતા ક્યાંક ભાજપ ની ભવાઈ થતી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.ત્યારે હાલ માં આ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થશે કે કેમ તેવી પણ અનેક અટકળો ચાલી રહી છે ત્યારે ભાજપ શાસિત આ પાલિકા પ્રમુખ ની ખુરશી ટકી રહેશે કે કેમ તે નગરજનોએ આવનાર દિવસમાં જોવાનું રહ્યું.સંજેલીમાં વન સંપદાને નુકસાન કરતા લાકડાચોર ઝડપાયા l #reels #Shorts #youtubeshorts l Dahod News
Dahod Live views 19/11/2025 08:53
ધાનપુરના નાકટીમાં કૂવામાં પડેલા દીપડાનું રેસ્ક્યું l #reels #Shorts #youtubeshorts l Dahod Live
Dahod Live views 18/11/2025 22:22
દેવગઢબારીયામાં મહિલા ઉપર દીપડાનો હુમલો l Lepoard Attack l #reels #Shorts #youtubeshorts
Dahod Live 1.7K views 18/11/2025 16:30
દાહોદ નજીક બસ–ટ્રકની જોરદાર અથડામણ! 7 મુસાફરો ઈજાગ્રસ્ત #reels #Shorts #youtubeshorts l Dahod Live
Dahod Live views 17/11/2025 13:11
*૩૬ મી નેશનલ ગેમ્સ અવરેનેશ કેમ્પેઇન અંતર્ગત
*વિશ્વાસ થી વિકાસ યાત્રા-દાહોદ* *દાહોદ ખાતે ગ્રામ્ય-શહેરી
*દાહોદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસને રક્તદાન
સુમિત વણઝારા,દાહોદ દાહોદ:જુગારની લતમાં દેવાદાર બનેલા ખંડણીખોરે
રાજેશ વસાવે, દાહોદ ઈમરજન્સી 108 સેવા
નરવતસિંહ પટેલીયા @દેવગઢ બારીયા દેવગઢ બારીયા નો
નરવતસિંહ પટેલીયા @ દેવગઢ બારીયા નાની ખજૂરી
નરવતસિંહ પટેલીયા @ દેવગઢ બારીયા દેવગઢ બારિયા
નીલ ડોડીયાર @ દાહોદ દેવગઢ બારીયાના નાથુડી
મઝહર અલી મકરાણી @ દેવગઢ બારીઆ દેવગઢ