દાહોદ લાઈવ ડેસ્ક…
ઝાલોદના ચકચારી હિરેન પટેલ મર્ડર કેસમાં ગુજરાત ATS ને મળી મોટી સફળતા,હિરેન પટેલ ની હત્યામાં સોપારી આપનાર ઇમરાન ગુડાલાની હરિયાણાથી કરી ધરપકડ,ગૃહ મંત્રી પ્રદીપ જાડેજા ની પરિવારને મુલાકાતના બીજા દિવસે ગુજરાત ATS એ સફળતા પૂર્વક ઑપરેશન પાર પાડી મુખ્ય આરોપીમાં ના એક ની ધરપકડ થતા પરિવાર ને હાશકારો, હિરેન પટેલ મર્ડર કેસમાં સિલસિલાબંધ ખુલાસા હાથવેતમાં
હિરેન પટેલ હત્યાકાંડમાં એલસીબીના હાથે પકડાયેલ આરોપીઓના ફાઈલ ફોટો
ઝાલોદ તા.27
ઝાલોદના ભાજપાના અગ્રણી અને કાઉન્સિલર હિરેન પટેલની ત્રણ માસ પૂર્વે અકસ્માત સર્જી અને હત્યા કરવામાં આવી હતી.ત્યાર બાદ આ હત્યાને લઈને અનેક તર્ક વિતર્કો સામે આવ્યા હતા.એલસીબી પીઆઇ બી.ડી.શાહ પીએસઆઈ પીએમ મકવાણા સહીતની ટીમની મહેનત તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત પ્રયાસો દ્વારા આ હત્યાકાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.જેમાં પાલિકાના રાજકારણથી લઈને પાલિકામાં થયેલા ભ્રષ્ટાચારને કારણે જ આ હિન કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું.તો પોલીસતંત્રની સંયુક્ત ટીમો દ્વારા પણ ઝાલોદના એક તથા અન્ય છ મળી કુલ સાત જેટલા વ્યક્તિઓ ની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ હત્યામાં પાલિકાના વહીવટમાં જેનો મુખ્ય હાથ હતો,અને જેને હિરેન પટેલની હત્યા માટે સોપારી આપી હોવાનું કહેવાઈ રહ્યું હતું, તે ઇમરાન ગુડાલા ઉર્ફે ઇમુ ડાંડ આ સમગ્ર મામલાને અંજામ આપી હત્યા કરનાર વ્યક્તિઓની વારાફરતી ધરપકડ થતાં જ નાસી છૂટ્યો હતો.અને છેલ્લા અઢી માસથી ફરાર હતો. જેને પગલે હિરેન પટેલની હત્યા અંગેનું સાચું કારણ તેમજ આ ચકચારી હત્યાકાંડમાં કોનો કોનો હાથ છે.તે અંગે માત્ર ક્યાસ જ લગાવવા માં આવી રહ્યો હતો.
ગૃહ રાજ્ય મંત્રીની હિરેન પટેલના પરિજનો સાથેની બે મુલાકાતો:ગુજરાત ATS તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઝાલોદમાં ધામા:અને બીજા દિવસે સફળતા મળી
ગુજરાત ATS ની ટીમ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ રેન્જ આઇજી,જિલ્લા પોલીસવડા દ્વારા ઝાલોદની મુલાકાતની તસ્વીર
ભાજપના અગ્રણી અને ઝાલોદ પાલિકામાં ભાજપ માટે સત્તામાં પરત આવવા ચાવીરૂપ ભૂમિકા ભજવનાર હિરેન પટેલની ત્રણ માસ પૂર્વે હત્યાં કરી અકસ્માતમાં ખપાવવા પ્રયાસ હાથ ધરાયા હતા. જોકે પરિવારજનોના આક્ષેપો બાદ એલસીબી, પંચમહાલ રેન્જની ટીમો, તેમજ અમ્દાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ટેક્નિકલ સોર્સ, સીસીટીવી કેમેરા સહીતની દિશામાં તપાસનો દોર લંબાવી ઝાલોદના એક, સાબરમતી હત્યાકાંડમાં ભૂમિકા ભજવનાર ઇમરાન પાડા, તેમજ મધ્ય પ્રદેશના અન્ય વ્યક્તિઓની એક પછી એક ધરપકડ કરી સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ કર્યો હતો. જોકે પાલિકામાં આચારાયેલ ગેરરીતિઓ તેમજ પાલિકાના કાઉન્સિલરોને જાનનો જોખમ હોવાની તેમજ ધાકધમકીઓ
મળતી હોવાના લેખિતમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ પાલિકાના અન્ય એક કાઉન્સિલર દ્વારા ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરતા આ સમગ્ર મામલો હાઈપ્રોફાઈલ બની ગયો હતો. ત્યારબાદ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દાહોદની મુલાકાતે આવ્યા બાદ હિરેન પટેલના પરિજનોને ન્યાય આપાવવા ખાત્રી આપી હતી.અને આખરે ટૂંકાગાળામાં ગૃહમંત્રીની હિરેન પટેલના પરીજનો જોડે બીજી મુલાકાતની સાથે દાહોદ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત ATS ના વડા હિમાંશુ શુક્લાના નેતૃત્વમાં ગુજરાત ATS નો આગમન થયો તેમજ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ અને બીજા દિવસે પરિણામ સ્વરૂપ ઇમરાન ગુંડાલા ઉર્ફે ઇમુ ડાડં ને હરિયાણા ખાતેથીઝડપી પાડયો હતો.જેને પગલે નગરમાં હિરેન પટેલના પરિવારને ન્યાય મળશે તેવી આશા બંધાઈ છે.