લીમખેડા તાલુકાના અનાજ ગોડાઉન ખાતે ગામડાના ખેડૂતો દ્વારા અનાજ વેચાણ કરવા આવતા ખેડૂતોના ભાડાના વાહનો બે થી ત્રણ દિવસ સુધી ખાલી નહી થતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
લીમખેડા તાલુકા તથા સીંગવડ તાલુકાના ખેડૂતો દ્વારા સરકારશ્રી દ્વારા ઊંચા ભાવમાં અનાજ લેવા માટે ઓનલાઈન અરજીઓ ખેડૂત દ્વારા કરવામાં આવી હતી.તેને લઈને લીમખેડાના અનાજ ગોડાઉન ખાતે ખેડૂતોને તારીખ આપ્યા પ્રમાણે અનાજ લઈ જવા નો હતો. તે પ્રમાણે ખેડૂતો તેમનું અનાજ સિંગવડ તાલુકા માંથી લઈ લીમખેડા તાલુકામાં લઈ ગયા હતા.પરંતુ અનાજ ગોડાઉનમાં પૂરતા પ્રમાણમાં અનાજ ભરવાના બારદાન નહીં હોવાથી તે ખેડૂતોને બે થી ત્રણ દિવસ પડી રહેવાનો વારો આવ્યો હતો.જ્યારે ઘણા ખેડૂતોને અધિકારીઓ દ્વારા પોતાના બારદાન લાવવા માટે જણાવવામાં આવ્યા હતા.તો ઘણા ખેડૂતો બજારમાં એફસીઆઇના પ્લાસ્ટિક થેલીઓ તથા બારદાન દેખવાનો વારો આવ્યો હતો. જ્યારે ખેડૂતોને બે થી ત્રણ દિવસ સુધી તેમના વાહનો ખાલી કરવામાં નહીં આવતા તેમને ભાડાના રૂપિયા બમણા ચુકવવાનો વારો પણ આવ્યો હતો. જો ખેડૂતોને તારીખ આપ્યા પછી પણ બે થી ત્રણ દિવસ સુધી અનાજ ખાલી નહી થતા તેમને સુવાનો વારો પણ આવ્યો જ્યારે અધિકારીઓ દ્વારા અનાજ જોવા માટે જ્યારે નંબર આવે ત્યારે ચેક કરવામાં આવતા તેજો અનાજ હવાવાળો હોય તો તેને રિજેક્ટ કરવામાં આવતા તે અનાજના ભરેલા વાહનો પાછા કરવામાં આવતા ખેડૂતો ને બે થી ત્રણ દિવસ લાઈનમાં પડ્યા પછી તે ખાલી ન થાય તો તે ખેડૂતો ક્યાં જાય? અને જે ખેડૂતોનું અનાજ નહિ લેવામાં આવે તો તે ખેડૂતોની હાલત કેવી થાય તે તો ખેડૂતો જાણે તેમ છે.માટે સરકાર શ્રી થતાં સ્થાનિક નેતાઓ દ્વારા આ ખેડુતોના અનાજ ફટાફટ લેવાય અને તેમને પડી રહેવાનો વારો નહીં આવે તેવી વ્યવસ્થા કરી ખેડૂતોને નુકસાન ના થાય તેની કાળજી લેવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. તથા સીંગવડ તાલુકાના છેવટ સુધીના ગામોમાંથી છેક લીમખેડા સુધી ૨૫થી ૩૦ કિમી લાંબુ થવું પડે તેના કરતાં આ સિંગવડ તાલુકા માં ખેડૂતોના અનાજ લેવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી સીંગવડ તાલુકાના ખેડૂતોની માંગ છે